fbpx
Mon. May 27th, 2019

સાદા અને સરળ ઔષધો દ્વારા વિવિધ રોગોમાં થાય છે ઘણા ફાયદા. આવો જાણીએ

આદુ:

અરુચિ ,અપચો અને અગ્નિ માધનું ઉત્તમ ઔષધ આદુ છે. આયુર્વેદની દ્રષ્ટિએ મંદગીનની એ મોટા ભાગના રોગોનું મૂળ છે .જમવાની રુચિ ન થાય કે ખાધેલો ખોરાક બરાબર પચે નહીં તો તેમાંથી આમ ની ઉત્પત્તિ થાય છે .અને આવો ચીકાશ યુક્ત આમ દોષ ધાતુ મળ ના વહન માર્ગમાં અવરોધ ઉભો કરી શરીરના આંતરિક તંત્રને ખોરવી નાખે છે .આથી આયુર્વેદ ના ઋષિ મુનિઓએ પાચનતંત્ર સુધારીને નિરભ થયા પછી જ અન્ય ઔષધો આપવાની વાત કરી છે .

આદુ એવું ઉત્તમ રુચિકર અને આમપાચન ઔષધ છે. એના વિધિવત સેવનથી પાચનતંત્ર સુધરે છે .કુમળા આદુની કચુંબર થોડું સિંધાલૂણ અને લીંબુના રસના થોડા ટીપાં નાખી ચાવી જવામાં આવે તો જીભ ચોખ્ખી થાય છે .ભોજન પ્રત્યે અરૂચિ થાય છે અને ખાધેલો ખોરાક જલ્દી પચે છે .આદુનો રસ કાઢી તેમાં લીંબુનો રસ અને થોડી ખાંડ નાંખી શરબતજેવું બનાવીને પણ પી શકાય .આદુના નિયમિત સેવનથી શરદી તથા કફ મટે છે કફની ખાંસી અને શ્વાસ પણ મટે છે.

ધતુરો:

દમ-શ્વાસના દર્દીને જેમણે દુઃખી થતાં જોયા હોય તેમને જ ખ્યાલ આવે છે .એવો કંટાળાજનક વ્યાધિ છે. આખી રાત પથારીમાં તકિયા નો ટેકો લઈને બેસી રહેવું પડે .ઉધરસ આવે પણ કફ છૂટો ન પડે પસીનો લાગે .ગભરામણ થાય, હાથ-પગ ઠંડા પડી જાય, ફેફસામાં કફનો અવાજ ચાલુ થઈ જાય . સૂવાનું મન તો થાય પણ સુવા જાય તો સાથે તકલીફ વધી જાય. ઉધરસ સાથે ક્યારેક કફ છૂટો પડે તો થોડી રાહત થાય, આવી સ્થિતિમાં દર્દી પોતે અને દર્દી પ્રત્યે પ્રેમ રાખતા તમામ લોકો કોઈક એવા જ ઉપચારની શોધમાં હોય છે જે તત્કાળ રાહતનો અનુભવ આપે . ધતુરો એ શ્વાસ રોગ નો એક આવું જ અસરકારક ઔષધ છે.

ધતુરા ના છોડ પર કાંટા વાળા ફળ બેસે ત્યારે લીલા લાવી તેની અંદર ના બીજ કાઢી નાખવા .એ પછી સમાંય તેટલું હળદર નું ચૂર્ણ ભરી એક નાની માટલી માં મૂકી ઉપર ઢાંકણ ઢાંકી દેવું. ત્યારબાદ કપડાં પર મુલતાની માટી ચોપડીને તેનાથી મોં બંધ કરી દેવું . ગેસ પર ચાર-પાંચ કલાક સુધી આ માટલીનેતાપ આપો એ પછી માટીનું મો ખોલી કે કોલસા જેવો કાળો ભાગ બહાર નીકળે તેનું ચૂર્ણ માટલીમાં ભરી દેવું. આમાંથી એક એક ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ મધ સાથે ચાટવાથી શ્વાસ અને ઉધરસ મટે છે.