હોજરીમાં ચાંદુ કેવીરીતે પડે છે? લક્ષણો અને તે દૂર કરવા માટે ના ઉપાયો

Share post

ચાદુ કેવી રીતે થાય?

ખોરાક જ્યારે હોજરીમાં જાય ત્યારે પેપ્સીન અને હાય ડોકલોરિક એસિડ જેવા પાચક રસો સક્રિય થાય .તેમાં પાચક રસો એટલા જલદ હોય છે કે તેમાં રાખી મુકેલી બ્લેડ ૧૪ થી ૧૮ કલાકમાં લગભગ ઓગળવા જેવી થઈ જાય છે .તો શું આવા જલદ અને ઉગ્ર એવા પાચક રસોની આડઅસર હોજરી પર થતી નહીં હોય? એમ ન થાય એટલા માટે આંતરિક અવયવો પર એક પ્રકારનું રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે . એમાંથી જરતા ક્ષારીય રસોથી જલદ એવા અમ્લ પાચક રસોની અસર ઓછી થાય પણ જો આમ ન થાય તો ?એટલે કે જલદ પાચક રસોના આક્રમણ સામે ક્ષારિય રસો થકી થતું રક્ષણનું તંત્ર ખોરવાઈ જાય તો અલ્સર થાય . ક્યારેક આવું રક્ષણાત્મક આવરણ ખૂબ જ પાતળી હોય અથવા હોય જ નહીં તો પણ અલ્સર થઇ શકે છે .અન્ન નળી અથવા હોજરી જેવા સ્થાનો પર અલ્સર થવાની સંભાવના રહેલી હોય છે.

અસર થવાના કારણો

ગેસ્ટોનોમાં જેવી ગાંઠ ,દાંતના સડાના રોગાણુ પેટમાં જવાથી ,એડીને કે ગેસ્ટીન જેવા હોર્મોનની વધુ પડતી સકીયતા. ડાયાબિટીસ ,વિટામિન 12ની ઉણપ, વધુ પડતો પરિશ્રમ અને ઉજાગરા ,વધુ પડતા ખાટા અને તીખા પદાર્થો તથા કૃત્રિમ રંગ અને સુગંધ વાળા પદાર્થોનું સેવન જેવા ઘણા કારણોથી અલ્સર થવાની પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

લક્ષણો :જે જગ્યાએ અલ્સર થયું હોય એ ભાગ પર વિશેષ કરીને છાતીને મધ્યમાં ,પાંસળીની નીચે ડાબી કે જમણી બાજુ અસા દુખાવો અને બળતરા થાય. સામાન્ય રીતે ભોજન કર્યાના અડધો એક કલાક પછી આમ થતું જોવા મળે .ક્યારેક બેચેની ,માથાનો દુખાવો પછી ખાટી ઊલટી કે ઝાડા જેવા લક્ષણો ઓછા વતે અલ્સર થવાની શક્યતા સાથે જોડાયેલા છે ,જે શરીરમાં વધતી અમ્લતાના સૂચક છે .લાંબા સમયથી થયેલા ઊંડા ઊતરી ગયેલા અલ્સરમાં ઝાડા કે ઊલટી વાટે લોહી પડવા જેવા ગંભીર લક્ષણો દેખાય છે.

ઉપચાર નીચે જણાવેલા છે તેનું પંદર દિવસ સુધી પાલન કરવાથી અવશ્ય ફાયદો થશે.

1. ભોજન દરમ્યાન અને ભોજન પછી તરત વધુ પડતું પાણી ન પીવું.એકાગ્રચિત્તે, શાંતિપૂર્વક અને આનંદપૂર્વક ભોજન કરવું.વાતો કરતા-કરતા ,ટીવી જોતા જોતા અને મનમાં વિચારો ચાલતા હોય ત્યારે ભોજન કરવું ઈસ્ટ નથી. અન્નનો કોળિયો ગળવા માટે નહીં પણ ચાવવા માટે હોય છે .ચવણ દરમિયાનમાં લાળમાં રહેલો ટાયલીન જેવો પાચક રસ ખોરાક યોગ્ય રીતે પચાવવામાં કામ કરતો હોય છે .આત્મનિરીક્ષણ કરી ઉપર જણાવેલી કુટેવમાંથી પોતાને લાગુ પડતી કુટેવ એનો પરિત્યાગ કરો.

2 દહી, આમલી ,અથાણા ,ટામેટા ,ખૂબ ખાટા ફળો, બ્રેડ, ઢોકળા ,ખમણ જેવી અથાવાળી વાનગીઓ, વિશેષ કરીને લાલ લીલું મરચું ,લસણ ,મરી ,તજ, લવિંગ ,હિંગ, રીંગણ, બાજરી જેવા ગરમ અને ઉષ્ણ પદાર્થ સંપૂર્ણ ત્યાગવા . ઉપરાંત પાન ગુટખા, મદિરા, જેવા વ્યસનો ત્યાગવા

3 .દિવસ દરમ્યાન ખોરાકમાં ઓછી ખાડની ચા અથવા દૂધ અને મમરા બે વખત, ગાયના ઓછી ઘીથી વધારેલી ફાડાની ખીચડી અને વાટકી, એક વખત પાકું કેળું એક વખત તાજી કાળી દ્રાક્ષના 20 દાણા બે વખત લેવું .જો વધુ ભૂખ લાગે તો મમરા-પૌંઆ બાફેલા મગ નું પાણી અથવા જવની ભાખરી લઇ શકાય. હલકો ખોરાક લઈ શકાય. એક ટંક ભરપેટ ખાવા કરતાં ટુકડે ટુકડે લીધેલું હલકું ભોજન યોગ્ય છે.


Share post