સુપ્રીમ કોર્ટની સરકારને ફટકાર: કોર્ટ બંધ કરી દઈએ, દેશમાં કાયદા જેવું છે કે નહીં ?

Share post

સમાયોજિત સકલ રાજસ્વ (AGR)ના મામલામાં સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ અને સરકારને ચૂકવણીમાં મોડું થતાં ફટકાર લગાવી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ અરુણ મિશ્રાએ યાચિકા ઉપર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ યાચિકા દાખલ જ કરવી ન હતી. આ બધું બક્વાસ છે? શું સરકારી ઓફિસર સુપ્રીમ કોર્ટ થી મોટો છે જેને અમારા આદેશ પર રોક લગાવી દીધી?  હજુ સુધી એક પાઈ પણ જમા કરાવવામાં આવી નથી. અમે સરકારી ઓફિસર અને ટેલિકોમ કંપની પર સુપ્રીમ કોર્ટની અવમાની કરવાથી કાર્યવાહી કરીશું. અમે સુપ્રીમ કોર્ટ બંધ કરી દઈએ? શું દેશમાં કાયદા જેવું કાંઈ બચ્યું છે? શું આ પૈસાનો પાવર નથી?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારા આદેશ હોવા છતાં રકમ જમા કરવામાં આવી નથી. અને આ તો આશ્ચર્ય પમાડે તેવું છે કે એક પણ પૈસો જમા કરાવવામાં આવ્યો નથી.

1.4 લાખ કરોડ રૂપિયાના એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ(AGR)કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટોલીકોમ કંપનીઓ અને કેન્દ્રના ટેલીકોમ ડિપાર્ટમેન્ટના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ છતા મોટાભાગની કંપનીઓએ બાકીની રકમ જમા કરાવી નથી. આ અંગે સુપ્રીમ કોર્ટે કંપનીઓને પુછ્યું કે, તમારા વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી કરવામાં આવે તો કેવું રહેશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘શું આ દેશમાં કોઈ કાયદો બચ્યો નથી? આ દેશમાં રહેવા કરતા તો સારું છે દેશ છોડીને જતા રહેવું જોઈએ’

સુપ્રીમ કોર્ટે અધિકારીને કહ્યું કે, એક કલાકમાં આદેશ પાછા લઈ લો

આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે અમે પહેલા જ ટેલીકોમ કંપનીઓને ચુકવણીનો આદેશ આપી ચુક્યા છીએ, તો કોઈ ડેસ્ક અધિકારી આવો આદેશ કેવી રીતે આપી શકે છે? અમને નથી ખબર કે માહોલ કોણ બગાડી રહ્યું છે. શું દેશમાં કોઈ કાયદો જ વધ્યો નથી? કોઈ અધિકારી કોર્ટના આદેશ વિરુદ્ધ જવાની હિંમત કરી શકે છે તો કોર્ટને તાળા લગાવી દેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી કે જો કોઈ અધિકારીએ એક કલાકની અંદર આદેશ પાછો ન લીધો તો તેને જેલમાં ધકેલી દેવાશે.


Share post