51 લાખની આ ભેંસે એક દિવસમાં એટલું દૂધ આપ્યું કે, સર્જાયો નવો રેકોર્ડ -જાણો વિગતે…

Share post

થોડાં દિવસ પહેલાં જ એક જાણકારી સામે આવી હતી કે, માત્ર એક પાડાની કિંમત કુલ 9 કરોડ રૂપિયા જણાઈ રહી છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને આપને પણ ઘણી નવાઈ લાગશે. હરિયાણામાં હિસારની મુર્રાહ જાતિની ભેંસે દૂધનાં ઉત્પાદનમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. લુધિયાનામાં આવેલ જાગરાઉનમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય ડેરી તથા એગ્રો એક્સ્પોમાં સરસ્વતીએ રોજ કુલ 32 લીટરથી વધારે દૂધ આપીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 3 દિવસ સુધી ચાલેલ પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર્સ એસોસિએશનનાં આ એક્સ્પોનું પરિણામ સોમવારનાં રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

એસોસિએશનનાં પ્રમુખ દલજીતસિંહ સરદારપુરા જણાવતાં કહે છે કે, સરસ્વતી નામની આ ભેંસ નવેમ્બર વર્ષ 2018 માં પાકિસ્તાનમાં આવેલ ફૈસાલાબાદમાં બનેલ મુર્રા ભેંસનો પણ વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો છે, જેમાં દરરોજ કુલ 32 લીટર દૂધ આપે છે. સરસ્વતી એક ભેટ સમાન છે તેમજ ભેંસનો માલિક એના દૂધનું વેચાણ કરીને સારી એવી આવક મેળવે છે.

એસોસિએશનનો આંતરરાષ્ટ્રીય ડેરી તથા એગ્રી એક્સ્પો ભેંસ, ગાય તેમજ વાછરડા માટેની મોટી સ્પર્ધા તરીકે વિશ્વભરમાં જાણીતો છે. એક્સ્પો દરમિયાન કુલ 20 હરીફાઈ યોજવામાં આવી હતી. સરદારપુરા જણાવતાં કહે છે કે, અમને આનંદ છે કે અમારા એક્સ્પો પર વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.ભેંસનાં માલિક સુખબીર ઢાંડા હરિયાણામાં આવેલ હિસાર જિલ્લામાં સ્થિત લિતાનીનો વતની છે.

પરિણામ જાહેર થયા બાદ એ ખૂબ જ આનંદમાં છે. ઢાંડાએ જણાવતાં કહ્યું કે, મારા માટે જ નહીં પણ સમગ્ર દેશની માટે ગર્વની વાત છે કે સરસ્વતીએ માત્ર 1 દિવસમાં મહત્તમ દૂધ આપીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. એનો શ્રેય મારી માતા કૈલો દેવીને જાય છે, જે એની યોગ્ય સાર-સંભાળ રાખે છે. અમે સતત એનું નિરીક્ષણ કરીએ છીએ તેમજ ખાતરી કરીએ છીએ કે એને ઉત્તમ ઘાસચારો મળે.

સરસ્વતીએ આની અગાઉ પણ ઘણાં પ્રસંગે માલિકને ગર્વ અનુભવવાની તક આપી છે. તેઓ સમજાવતાં કહે છે કે, સરસ્વતીએ ગયા વર્ષે અહીં કુલ 29 લીટર દૂધ આપીને પ્રથમ ઇનામ જીત્યું હતું. આની ઉપરાંત, એ હિસારના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બફેલો રિસર્ચના એક પ્રોગ્રામમાં કુલ 28.7 કિલો દૂધ ઉત્પાદન કરનાર પહેલી મહિલા હતી. આટલું જ નહીં પરંતુ હરિયાણા પશુધન વિકાસ બોર્ડની એક ઇવેન્ટમાં એણે કુલ 28.8 લીટર દૂધ ઉત્પાદન સાથેની સ્પર્ધામાં જીત મેળવી હતી.

માલિક જણાવતાં કહે છે કે, લોકો મારી સરસ્વતીની ખરીડી કરવા માટે પહોંચ્યા હતાં. કેટલાક લોકોએ મને કુલ 51 લાખ રૂપિયા સુધીની ઓફર કરી હતી પણ મેં એમને જણાવતાં કહ્યું હતું કે તે વેચવા માટે નથી. હું મારી જાતને એનાથી દૂર રાખી શકતો નથી. અમે હાલમાં જ એનું એક વાછરડું તમિલનાડુનાં એક માણસને કુલ 4.5 લાખ રૂપિયામાં વેચ્યું છે. અમારી પાસે અન્ય કુલ 2 ભેસ છે – ગંગા, જમુના. પરિણામ જાહેર થયા પછી વિજેતા થનાર સરસ્વતીને જોવાં માટે પશુપ્રેમીઓનું ટોળું ઉમટ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post