પેટને લગતી દરેક સમસ્યા થશે દૂર, ભોજન બનાવતી વખતે ઉમેરો આ ખાસ ઔષધિ

Share post

સદીઓથી હીંગને ભારતીય ખોરાકમાં વાપરવામાં આવે છે. તે એક જાતની આયુર્વેદિક દવા પણ છે, જે તેના ગુણધર્મોને આધારે રેચક પ્રકૃતિ માનવામાં આવે છે. આયુર્વેદમાં રેચક એ ખોરાકનાં સંદર્ભમાં આપવામાં આવે છે, જે આપણી પાચન-શક્તિ અને વિસર્જનને પણ સાફ રાખવા અને ઉત્સર્જન સુધારવા માટેનું કાર્ય કરે છે.

જે લોકો રોજિંદા ખોરાકમાં હીંગનું સેવન કરે છે, તેમને પેટ ફૂલવાની સમસ્યા થતી નથી.નિયમિત રીતે હિંગને ભોજનમાં ઉમેરીને ખોરાકને તૈયાર કરીને તેનું સેવન કરવાથી, ગેસની રચના અને અપચોને લગતી કોઈપણ સમસ્યા થતી નથી.

જે છોકરીઓને અથવા મહિલાઓને માસિક સ્રાવ દરમિયાન ખૂબ જ દુખાવો અને મરોડની સમસ્યા હોય છે, તેમણે નિયમિત રીતે હિંગનું સેવન કરવું જ જોઈએ.બાળકોને પેટમાં કીડા પડવાની તકલીફ ખૂબ જ સામાન્ય વાત છે. જો, કે આ સમસ્યા કોઈપણ ઉંમરના લોકોમાં થઈ શકે છે, પરંતુ તે મુખ્યત્વે બાળકોમાં જ જોવા મળતું હોય છે.

તેથી, બાળકો માટે કોઈ નવી વાનગી બનાવતી વખતે, તેમાં થોડી હિંગ નાંખો. તેનાથી મુખ્યત્વે 2 ફાયદા થશે. પ્રથમ તો એ છે, કે બાળકનું પેટ એકદમ સાફ રહેશે અને તેની લંબાઈ યોગ્ય પ્રમાણમાં વધશે.જો કોઈને અચાનક જ કાનમાં દુખાવો થાય છે, તો હીંગ તમને પેઇનકિલરની જેમ ઝડપથી રાહત આપી શકે છે. આની માટે નાના બાઉલમાં 1 ચમચી નાળિયેરનું તેલ ગરમ કરો અને તેમાં હીંગનો નાનો ટુકડો નાખી દો અને તેને પીગળવા દો.

જ્યારે આ હીંગ નાળિયેરનાં તેલમાં સારી રીતે ઓગળી જાય છે, ત્યારે કાનના ટીપાંનો ઉપયોગ કરીને આ તૈયાર મિશ્રણને તમારા કાનમાં નાખવું. ધ્યાન રાખવું કે તેલ ગરમ ન હોય. નાળિયેરનું તેલ સ્નાયુઓને આરામ આપવાનું કાર્ય કરે છે, હીંગને કારણે બળતરા, સોજો અને દુખાવો દૂર થાય છે.

જો આપને પેટમાં અચાનક જ તકલીફ થાય છે, અને એ સમયે તમારી પાસે કોઈ દવા પણ ઉપલબ્ધ નથી, ત્યારે આ હીંગ તમારી માટે પેઇનકિલર તરીકે કામ કરી શકે છે.2 ચપટી હીંગ લ્યો અને તેને 1/2 ચમચી પાણીમાં ઓગાળી દ્યો. આ હીંગના પાણીમાં કપાસનો એક નાનો ટુકડો નાખો અને પછી તેને તમારી છાતીમાં મૂકો અને પછી સૂઈ જાઓ. આની સાથે હળવા હાથે પેટ પર થોડું હિંગનું મિશ્રિત પાણી લગાવો. તમને માત્ર  5-10  જ મિનિટમાં સમસ્યામાંથી છુટકારો મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post