હમેશા કઈક નવું કરી બતાવવાની ઇચ્છા ધરાવતા ગુજરાતનાં આ ખેડૂતભાઈએ ખેતીક્ષેત્રમાં એવું કરી બતાવ્યું કે… -જાણીને ગર્વ થશે

Share post

હિમાલયમાં થતું સિલ્વર ઓક વૃક્ષ ગુજરાતમાં જોવું છે? આંધ પ્રદેશમાં થતું લક્ષ્મણ ફળ કે પછી લંકામાં સીતા માતાએ જે વૃક્ષ નીચે બેસતા હતા એને ‘અશોક વૃક્ષ’  ગુજરાતમાં જોવું હોય તો દાહોદ જિલ્લાનાં સંજેલી તાલુકામાં આવેલ વાસીયા ગામના ગમનભાઇ વસૈયાની વાડીએ આવવું પડશે.

મહારાષ્ટ્ર, હિમાલચ પ્રદેશ, કશ્મીર જેવાં રાજયોમાં જોવા મળતાં અતિ દુર્લભ વૃક્ષો ગમનભાઇએ પોતાનાં ખેતરમાં ઉગાડયા છે. કંઇક કરી બતાવવાની ઇચ્છા તેમજ એની માટે કરવા પડતા અથાગ પ્રયત્નોનો સમન્વય થાય છે ત્યારે ચમત્કાર જેવી ધટના હકીકતમાં બને છે. આજે આવા જ એક પ્રગતિશીલ ખેડૂતની વાત કરવાની છે જેમની વાડીમાં ચમત્કાર હકીકતમાં જોવા મળે છે.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ વાસીયા ગામના ગમનભાઇ વસૈયાએ ખેતી શરૂ કરી તો પરંપરાગત ખેતીથી કરી હતી. રાજય સરકાર દ્વારા ચાલતા ઘણા કૃષિ વિષયક તાલીમ તથા પ્રવાસન કાર્યક્રમોના સંપર્કમાં આવતા એમણે એમાં ભાગ લઈને આધુનિક પધ્ધતિની ખેતી અપનાવી. રાજય સરકાર દ્વારા ખેડૂતોને તાલીમ મળે, નવું જાણવા મળે એની માટે ‘આત્મા પ્રોજેકટ’ અંતર્ગત પ્રવાસન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

ગમનભાઇએ મહારાષ્ટ્રમાં આવેલ જલગાંવમાં જઇને ખાસ ટપક સીંચાઇ પધ્ધતિની તાલીમ લઈને આધુનિક પધ્ધતિથી ખેતી અપનાવીને મબલખ ઉત્પાદન મેળવવા લાગ્યા. તેઓ ગલકા, કારેલા, રતાળું, આદું, હળદર જેવા શાકભાજીથી લઇને મશરૂમ અને મરી મસાલાની ખેતી પોતાનાં ખેતરમાં કરે છે. એમને કઈક નવું શીખવાની એવી ધગશ છે કે, બાગાયતી ખેતી શીખવા માટે રાજય સરકારના ખેડૂત તાલીમ કાર્યક્રમ હેઠળ તેઓ જયપુર જઇને તાલીમ લીધી છે.

હાલમાં કુલ 1,000 સાંગના વૃક્ષ, કુલ 500 ચંદનના વૃક્ષ, કુલ 300 આંબા ગમનભાઇએ પોતાનાં ખેતરમાં ઉગાડયા છે. અતિ દુર્લભ એવા વૃક્ષો પણ એમનાં ખેતરમાં એમણે ખૂબ જતનથી ઉગાડયા છે. હિમાલયમાં થતા સિલ્વર ઓક કે, આંધ પ્રદેશમાં થતું લક્ષ્મણ ફળ, સીતાઅશોક વૃક્ષ એમનાં ખેતરમાં જોવા મળે છે.

ખાસ પ્રકારના હવામનમાં થતા કેટલાક વૃક્ષોને અહીની જમીનમાં ઉગાડવા માટે એમણે પુષ્કળ મહેનત કરી છે. એમની વાડીમાં જેમને બાળકો ન થતા હોય એમના માટે ખાસ ઔષધિ સમાન પુત્રજીવા વૃક્ષ, હદય રોગમાં ઉપયોગી અર્જુન વૃક્ષ, સ્ત્રીઓ માટે ઘણા રોગોમાં ઉપયોગી કાંચનાર વૃક્ષ, જહાજ બનાવવામાં જેનું લાકડુ વાપરવામાં આવે છે તે મહોગનું વૃક્ષ આની ઉપરાંત શતાવરી, જાંબુ, અશ્વગંધા, રક્તચંદન, ફણસ, તાડના કુલ 200 જેટલા રોગોમાં ઔષધ તરીકે વપરાતું નોની વૃક્ષ જેવા ઉપયોગી વૃક્ષો, ફળાઉ વૃક્ષો, જંગલમાં થતા વિવિધ ઔષધિય ગુણો ધરાવતા વૃક્ષો જોવા મળે છે.

ગમનભાઇની વાડી જોવા માટે ઘણા ખેડૂતો આવે છે. ગમનભાઇ પણ ખેડૂતોને ખેતીની તાલીમ આપીને તૈયાર કરે છે. એમની પાસેથી તાલીમ લીધેલ કુલ 5 જેટલા ખેડૂતોને તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ‘બેસ્ટ ફાર્મર’નો એવોર્ડ મળ્યો છે. એમને પોતાને જિલ્લા કક્ષાનો બેસ્ટ ફાર્મર એવોર્ડ 2013-’14 ના કૃષિ મહોત્સવમાં મળ્યો છે.

આત્મા પ્રોજેકટના ડાયરેક્ટર એન.વી.રાઠવા અને એમના સહયોગી પાસેથી ગમનભાઇ વૈજ્ઞાનિક ખેતી માટે તાલીમ મેળવે છે. આની ઉપરાંત રાજય સરકારના ખેડૂત તાલીમ કાર્યક્રમો તથા પ્રવાસ કાર્યક્રમોનો એમણે લાભ લીધો છે. પોતાની સફળતામાં તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતા ખેડૂતો માટેની કેટલીક યોજનાનો મોટો ફાળો હોવાનું જણાવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post