છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સૌથી વધુ લોકોના મોત- CORONA LIVE

Share post

કોરોનાની મહામારી હાલમાં સમગ્ર વિશ્વમાં સતત વધતી જ જાય છે. લાખોની સંખ્યામાં લોકો આ મહામારીનો ભોગ પણ બની ચુક્યા છે. ભારતમાં પણ આ મહામારી સતત વધતી જતી જોવાં મળી રહી છે. હાલમાં જ એક ચોકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે.

સમગ્ર દેશમાં કોરોનાએ કાળો કહેર મચાવી દીધો છે તથા ભારતમાં પણ ઝડપથી કોરોનાનો ગ્રાફ સતત વધતો રહ્યો છે. તેવામાં છેલ્લા કુલ 245 કલાકમાં કોરોનાથી મોતનાં આંકડામાં સૌથી વધુ ઉછાળો સામે આવ્યો છે. દેશમાં પ્રથમ વખત માત્ર 1 દિવસમાં આ મહામારીને લીધે કુલ 1,000થી પણ વધુ લોકોનાં મોત થયાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ રવિવારનાં રોજ સમગ્ર દેશમાંથી કોરોનાનાં કુલ 62,064 નવા કેસો સામે આવી રહ્યાં છે તેમજ કુલ 1,007 લોકોનાં મોત નિપજ્યા છે. આની સાથે જ સમગ્ર દેશમાં કોરોના વાયરસને લીધ મોતનો કુલ આંકડો 44,386 પર પહોંચી ગયો છે.

સમગ્ર દેશમાં કોરોના વાયરસની રફ્તાર થમી રહી નથી. દેશમાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 22.15 લાખથી પણ વધુ થઈ ગઈ છે. હાલમાં કુલ 6.34 લાખથી પણ વધુ કોરોનાનાં એક્ટિવ કેસ છે, તો બીજી બાજુ કુલ 15.35 લાખથી પણ વધુ લોકો તેનાથી સ્વસ્થ પણ થઈ ગયાં છે. અત્યાર સુધીમાં કુલ 44,386 લોકોએ આ વાયરસને લીધે પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

રવિવારનાં રોજ દેશમાં કોરોનાનાં કુલ 4,77,023 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આની સાથે જ ભારતમાં કોરોના ટેસ્ટનો આંકડો કુલ 2,45,83,558 ને પાર પહોંચી ગયો છે. આની પહેલાં પણ શનિવારનાં રોજ કોરોના વાયરસનાં ટેસ્ટની ક્ષમતા વધારતાં માત્ર 1 જ દિવસમાં કુલ 7,00,000 થી પણ વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.

તો, વિશ્વમાં પણ કોરોનાના કેસોમાં ખુબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દર્દીઓની સંખ્યા પણ કુલ 2 કરોડની પાસે પહોંચી ગઈ છે. ટૂંક જ સમયમાં આ આંકડો કુલ 2 કરોડને પણ પાર થઈ જશે. વિશ્વનાં કુલ 213 દેશોમાં કોરોનાથી કુલ 7,30,000 હજારથી પણ વધારે મોત થયા છે.

અમેરિકામાં પણ કોરોનાનાં કેસની સંખ્યા કુલ 51.5 લાખ લોકોને પણ પાર થઈ ગઈ છે. બ્રાઝિલમાં પણ કોરોનાનાં દર્દીનાં આંકડા કુલ 30 લાખને પણ પાર પહોંચી ગયા છે. યુરોપમાં એક વખત ફરી પાછું કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતો જોવાં મળી રહ્યો છે. ગત માત્ર 24 જ કલાકમાં અહીં અંદાજે કુલ 23,000 નવાં કેસ સામે આવ્યા છે. તો, ન્યુઝીલેન્ડને પણ કોરોનાથી મુક્ત થયાંને કુલ 100 થી પણ વધુ દિવસ થઈ ગયાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post