MSCનો અભ્યાસ છોડીને માત્ર 5 વીઘામાં શરુ કરી આર્યુવેદની ખેતી, હાલમાં 300 એકરમાંથી થાય છે વાર્ષિક 25 લાખનો નફો 

Share post

હાલના સમયમાં ખેડૂતો માત્ર ખેતીમાંથી જ વિવિધ પાકોનું ઉત્પાદન કરીને લાખોની કમાણી કરી રહ્યાં છે. અતિભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ખુબ જ નુકશાન થયું છે. હવે તો શિક્ષિત યુવાનો તેમજ વ્યક્તિઓ પણ કોરોના સમયમાં ખેતી તરફ વધુ આકર્ષાયા છે. હાલમાં ઉત્તરપ્રદેશમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. ​​​​​​અંદાજે 28 વર્ષ અગાઉ ઉત્તરપ્રદેશનાં મેરઠ જિલ્લામાં આવેલ એક નાનાં એવાં ગામ મટૌરનો રહેવાસી એક યુવક MSCનો અભ્યાસ કરવા માટે ઉત્તરાખંડમાં ગયો હતો.

કોલેજમાં એડમિશન લીધું તેમજ થોડા દિવસો અભ્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન એને એવી જગ્યા પર જવાની તક મળી કે, જ્યાં એણે જડીબુટ્ટીની ખેતી જોઈ. ખેતી કરતા લોકોની સાથે થોડી વાતચીત કરી તેમજ કોલેજ આવીને આની વિશે અભ્યાસ કર્યો. ત્યારપછી અધવચ્ચે જ ભણવાનું છોડીને પોતાના ગામમાં આવીને અહીં જડીબુટ્ટીની ખેતીની શરૂઆત કરી દીધી. આ કહાની છે અશોક ચૌહાણની. જે હાલમાં અંદાજે 300 એકર જમીનમાં મેડિસિન પ્લાન્ટની ખેતી કરી રહ્યા છે.

અશોકે જણાવતાં કહ્યું હતું કે, મેં ખેતીની શરૂઆત માત્ર 5 વીઘા જમીનથી કરી હતી. જેમાં હળદર તેમજ તુલસીનુંવાવેતર કર્યું હતું. એમાં કુલ 1 લાખ રૂપિયાનો ખર્ચ પણ થયો હતો પરંતુ કુલ 6 મહિના બાદ જ એ તૈયાર થઈ ગઈ તથા મને ખર્ચ કરતાં બમણો નફો પણ થયો.હાલમાં અશોક પોતાની તથા લીઝ પર રાખેલ અંદાજે 300 એકર જમીન પર કુલ 6 પાર્ટનરની સાથે મળી મેડિસિનલ પ્લાન્ટની ખેતી કરી રહ્યાં છે.

આનાથી તમામ પાર્ટનરને વાર્ષિક અંદાજે 20-25 લાખ રૂપિયાનો નફો થાય છે. આની ઉપરાંત એ અંદાજે 350 લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. અશોકે જણાવતાં કહ્યું હતું કે, મારો ધ્યેય ખેડૂતોને ટ્રેડિશનલ ખેતીની સાથે જ ક્લિનિકલ ખેતીમાં પણ લાવવાનો રહેલો છે.

સફેદ મૂસલી વાવવાના પ્રયત્નમાં કુલ 10 લાખનું નુકસાન થયું :
એમણે જણાવતાં કહ્યું હતું કે, માત્ર 5 વીઘા જમીનમાં બમણા નફા બાદ મારી હિંમતમાં વધારો થયો. ત્યારપછી કુલ 10 વીઘા તેમજ એના બીજા વર્ષે કુલ 50 વીઘા જમીનમાં મેડિસિનલ પ્લાન્ટની ખેતી કરી હતી. વર્ષ 1995માં મેં મારાં ખેતરમાં સફેદ મૂસલી વાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એમાં અંદાજે કુલ 8-10 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું પણ મેં હાર ન માની ત્યારે મને સમજાઈ ગયું હતું કે, સફેદ મૂસલી માટે મારી જમીન તથા વાતાવરણ યોગ્ય ન હતાં.

ત્યારબાદ મેં ઉત્તરાખંડનાં કેટલાંક શહેરોમાં લોકોને એકસાથે જોડીને હવામાન તથા જમીન મુજબ ખેતી કરવાની શરૂઆત કરી.અશોક હવે એના ખેતરમાં સર્પગંધા, સતાવરી, એલોવેરા, એકરકરા, કેવકંદ, કાલમેઘ ચિત્રક, અનંતમૂલ, મૈદા છાલ જેવી અંદાજે કુલ 25થી પણ વધારે મેડિસિનલ પ્લાન્ટની ખેતી કરી રહ્યા છે.

દાદા-પરદાદા વૈદ્ય હતા, લોકોની સારવાર કરવાં માટે ઘરમાં જ ઔષધિ વાવતા હતા :
અશોક જણાવતાં કહે છે કે, મારા દાદા-પરદાદા પણ એમના જમાનામાં વૈદ્યનું કામ કરતાં હતાં. એ સમયમાં ગામની આજુબાજુના લોકો એમના હાથે બનાવેલ દવાથી સાજા થઈ જતા હતા. દાદા-પરદાદા ઔષધિનું વાવેતર ઘરમાં જ કરતાં હતા જેને કારણે લોકોની સારવાર કરી શકાય. દાદા બાદ પિતાજીને પણ મેડિસિન પ્લાન્ટનું જ્ઞાન હતુ એટલે એમણે પણ આ કામને ચાલુ રાખ્યું હતું. તેઓ જણાવતાં હતા કે, કોઈ ડોક્ટરની પાસે જવાની જરૂર રહેલી નથી. આપણી આજુબાજુ એવી ઔષધિઓ મળી આવે છે કે, જેનાથી આપણે નાની-મોટી બીમારીની સારવાર કરાવી શકીએ છીએ. એની માટે મેં એનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે મને આની ખેતી તથા વ્યવસાય વિશે કોઈ ખાસ જાણકારી ન હતી.

પોતાની કંપની બનાવી છે, કુલ 35 પ્રકારની પ્રોડક્ટ વેચી રહ્યાં છે :
તેઓ જણાવતાં કહે છે કે, મારી પાસે કેટલાંક પ્રકારની દવાઓ છે, જેને મેં જાતે જ રિસર્ચ કરીને તૈયાર કરી છે. ગયા વર્ષે મે એક કંપની પણ બનાવી હતી. જેના દ્વારા અમે કુલ 35 પ્રકારની પ્રોડક્ટ બનાવીને એનું વેચાણ કરીએ છીએ. મને MSCનો અભ્યાસ કરવામાં કોઈ રસ ન હતો. હા, મેં BSC કર્યા વિના જ આ કર્યું હોત તો વધુ આનંદ થાત, કારણ કે હું 3 વર્ષ અગાઉ જ આ કામની શરૂઆત કરી શકતો હતો.

હું સરકારની પાસેથી કંઈ લેવા નહીં પરંતુ આપવા માગું છું ;
અમારી ઔષધિ છોડની ખેતીને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવી રહ્યાં છે. જો કોઈ વ્યક્તિ મારી પાસે મેડિસિનલ પ્લાન્ટ અંગે જાણકારી લેવા માટે આવે છે તો હું એમને હંમેશાં મફતમાં જાણકારી આપું છું. આની સાથે જ કંપનીઓની સાથે સીધેસીધી જ વાત પણ કરાવું છું. એના બદલામાં 1 રૂપિયો લેતો નથી, કારણ કે મારું માનવું છે કે, ખેડૂત વિના આયુર્વેદ જીવિત રહી શકે નહી. ઘણીવાર મને સરકારી મદદની પણ ઓફર થઈ પરંતુ મેં ના પાડી દીધી હતી. મારે સરકારની પાસેથી કંઈ લેવાનું નથી પરંતુ હું એમને આપવા માગું છું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post