રેલવે સ્ટેશનમાં બોર્ડ ઉપર ‘સમુદ્વ તલ સે ઉંચાઈ’ લખવા પાછળનું શું છે કારણ??

ભારતીય રેલ એશિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક અને એકલ સરકારી સ્વામિત્વ વાળા વિશ્વના ચોથો સૌથી મોટું રેલ નેટવર્ક છે. અહીં રેલવે સ્ટેશનોની સંખ્યા લગભગ 8000 છે. આ બધી વાતને તમે જાણતા હશો, પણ તમને એ ખ્યાલ છે કે રેલવે સ્ટેશનના બોર્ડ પર સમુદ્ર તલની ઉંચાઈ કેમ લખેલું હોય છે?
સ્ટેશન મોટું હોય કે નાનું દરેક જગ્યા પર પીળા રંગનું બોર્ડ જોવા મળતું હોય છે. જેમાં શહેરનું નામ હિન્દી, અંગ્રેજી અને ઘણી વાર ઉર્દૂમાં લખેલું હોય છે અને સ્ટેશનના નામની છેક નીચે કંઈક બીજું પણ લખેલું હોય છે. જો તમારું ધ્યાન હશે તો ખ્યાલ આવ્યો હશે કે બોર્ડ પર સમુદ્ર તલ સે ઉંચાઈનો ઉલ્લેખ રહેલો હોય છે.
જોકે દુનિયા ગોળ છે અને તેને એક સમાન ઉંચાઈ પર માપવા માટે ઘણા વૈજ્ઞાનિકોને કેટલાક એવા બિંદુની જરૂર હતી જે એક સમાન દેખાય. આ બાબતમાં સમુદ્ર એક સારો વિક્લ્પ છે. કેમ કે સમુદ્રનું પાણી એક સમાન રહે છે એટલે લખાય છે સમુદ્ર તલની ઉંચાઈ. હવે તેને રેલવે સ્ટેશન પર લખવાથી શું ફાયદો, તો એ ફાયદો રેલવેના યાત્રિકોને નથી થતો પણ રેલવેના ડ્રાઈવરોને થાય છે.
માનો કે ટ્રેન 100 મીટર સમુદ્ર તલ સે ઉંચાઈથી 200 મીટર સમુદ્ર તલની ઉંચાઈ પર જઈ રહી છે, તો ડ્રાઈવર સરળતાથી એ નિર્ણય લઈ શકે છે કે 100મીટરથી વધુ ઉંચાઈ પર જવા માટે એન્જિનને કેટલો પાવર વાપરવો પડશે. જો ટ્રેન નીચેની તરફ જશે તો તે સમયે ડ્રાઈવરને કેટલી બ્રેક લગાવી પડશે કેટલી સ્પીડ લગાવવાની જરૂર પડશે, આ બધું જાણવા માટે જ સ્ટેશનો પર સમુદ્ર તલ સે ઉંચાઈ લખવી પડે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…