આવનારા બે દિવસમાં આ વિસ્તારોમાં મેઘરાજાનું થશે ધમાકેદાર આગમન- ચાલુ મહિનામાં થશે જળબંબાકાર

Share post

થોડાં કેટલાક દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘરાજા જાણે સંતાકૂકડી રમી રહ્યાં હોય એમ લાગી રહ્યું છે. જો, કે રાજ્યનાં ઘણાં જિલ્લાઓમાં વરસાદનાં નાનાથી લઈને મોટા ઝાપટા પણ પડી જાય છે, પણ આ દરમિયાન લોકો બફારામાં ખુબ જ શેકાઇ રહ્યા છે, તેમજ જગતનો તાત એટલે કે ખેડૂત પણ મેઘરાજાનને મનાવવા માટે ઘણાં પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે, તેના લીધે હવે ખેડૂતોમા પણ આશા બંધાઇ ગઈ છે, કે એમનો વાવણી કરેલ પાક નિષ્ફળ નહી જાય.

હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે, સાકલોનીક સર્ક્યુલેશન તથા લો પ્રેશર આ બંને સિસ્ટમની અસર થવાને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સમગ્ર રાજ્યમાં 4, 5, તથા 6 ઓગસ્ટનાં રોજ ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

4 થી 6 ઓગસ્ટનાં રોજ વલસાડ, નવસારી, દમણ, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ગીર સોમનાથ, ખેડા, પોરબંદર, જુનાગઢ સહિતનાં વિસ્તારમાં ભારેથી લઈને અતિભારે વરસાદ આવશે.

હવામાનની આ આગાહી સાકલોનીક સર્ક્યુલેશન તેમજ લો પ્રેશર એમ આ બંને સિસ્ટમની અસરને લઇને જ કરવામાં આવી રહી છે.સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા જ વરસાદી માહોલ જામેલો રહેશે તથા 4- 6 ઓગસ્ટ સુધી ભારેથી લઈને અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post