fbpx
Thu. Aug 22nd, 2019

ગુજરાતના આ રાજ્યોમાં વરસાદને કારણે લોકો રક્ષાબંધન નહિ ઉજવી શકે. જાણો કયા પડશે ધોધમાર વરસાદ ?

ગુજરાતમાં મેઘરાજાના ધોધમાર વરસાદને કારણે સમગ્ર ગુજરાત પાણીમય બની ગયું છે. ગુજરાતમાં રાજકોટ, સુરત, વડોદરા સહિત અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો. અને હાલમાં જાણકારી અનુશાર છેલ્લા રવિવારથી વરસાદી માહોલ ઓછો જોવા મળ્યો છે.

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી જે ધોધમાર વરસાદ પડ્યો છે તેના કારણે રાજ્યના દરેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના ઘણાં એવા ગામો છે જ્યાં ભારે વરસાદને કારણે વાતચીતના દરેક સંપર્ક તૂટી ગયા છે. હજુ પણ ભારે વરસાદ કચ્છમાં પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વિરામ નહીં લે તેવું હવામાન વિભાગની આગાહી પરથી લાગી રહ્યું છે.

હજુ પણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સોમવારે સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે મંગળવારે ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડશે. 13,14 અને 15  ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને આ જ મહિનાની 15 મી ઓગસ્ટે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. પરંતુ આ વરસાદને કારણે લોકો આ પર્વ ઉજવી નહિ શકે.

ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્રારકા, ગીર સોમનાથ, બોટાદ, જામગનર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં આગાહી કરવામાં આવી છે.

તે સિવાય ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે વાયુ વાવાઝોડાના પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત , સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોને અલર્ટ રહેવાના પણ આદેશ આપ્યા છે.