અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સર્જાયા તારાજીના દ્રશ્યો, દીવાલ પડવાથી અધધધ… આટલા લોકોના થયા મોત -જુઓ વિડીયો

ચોમાસાંમાં ઘણીવાર વરસાદને લઈ હવામાન વિભાગ આગાહી કરતું હોય છે. ભારે વરસાદને લીધે ચેકડેમો ઓવરફલો થઈ ચુક્યા છે. આની સાથે જ તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં રહેલું છે ત્યારે આગામી 15 -17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હૈદરાબાદના ઘણા વિસ્તારોમાં સતત વરસાદને લીધે અત્યાર સુધીમાં કુલ 11 લોકોનાં મોત થયાં છે. એમાં કુલ 9 લોકોનાં મોત બદલાગુડામાં આવેલ મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને લીધે થયા છે. રોડ પર પાણી ભરાઈ ગયા છે તથા નીંચાણવાળા વિસ્તારો સમગ્ર રીતે જળમગ્ન થઈ ગયા છે. વરસાદે રાજ્ય સરકારના બધાં જ દાવાઓની પોલ ખોલી નાંખી છે.
Hyderabad Vijayawada highway !! pic.twitter.com/mSMi4MnImr
— -Karan? (@Hidderkaran) October 13, 2020
હૈદરાબાદ લોકસભા સીટથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જણાવતાં કહ્યું હતું કે, અતિભારે વરસાદને લીધે બંદલાગુડામાં આવેલ મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને લીધે કુલ 9 લોકોનાં મોત નિપજ્યા છે. તેઓએ જણાવતા કહ્યું કે, બાઉન્ડ્રી વોલ પડતાં કુલ 9 લોકોનાં મોત થયા છે તો કુલ 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાસ્થળના નિરીક્ષણ પછી મેં શાહાબાદમાં ફસાયેલ બસ યાત્રીઓને લિફ્ટ આપી હતી.
અન્ય એક ઘટનામાં, એક 40 વર્ષની મહિલા તથા એની માત્ર 15 વર્ષની પુત્રીનું મોત નીપજ્યું છે. અતિભારે વરસાદને લીધે ઈબ્રાહિમપટનમ વિસ્તારમાં ઘરની છત તૂટી પડતાં બંનેનાં મોત થયા હતા. તેલંગાણાના ઘણા ભાગોમાં મંગળવારથી જ અતિભારે વરસાદ પડી રહ્યો છે. આને લીધે જનજીવન ખોરવાઈ ગયું છે. હૈદરાબાદના ઘણા ભાગો જળમગ્ન થઈ ગયા છે.
Hyderabad Today #Hyderabad #HeavyRains #HyderabadRains #HyderabadRain pic.twitter.com/KLvupzc6XL
— Syed Kazim Ibrahim (@iamSKI_89) October 13, 2020
અતિભારે વરસાદને લીધે હૈદરાબાદનું જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અટ્ટાપુર મેન રોડ, મુશીરાબાદ, ટોલી ચોકી તથા દમ્મીગુડા સહિત ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. રોડ પર પાણી ભરાઈ જતાં લોકોને ઘરમાં કેદ થઈ જવાનો વારો આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ સેવા ઠપ થઈ ગઈ છે. નીચાણવાળા ભાગોમાં ઘરની અંદર પાણી ઘૂસી ગયા હતા. SDRFની ટીમદ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
તેલંગાણાના મુખ્ય સચિવ સોમેશ કુમારે જણાવતા કહ્યું કે, હૈદરાબાદમાં છેલ્લા 24 કલાકમાં કુલ 20 સેમી વરસાદ પડ્યો છે. LB નગરમાં માત્ર 24 કલાકમાં કુલ 25 સેમી વરસાદ પડ્યો છે. હૈદરાબાદ સહિત ઘણા શહેરોમાં વરસાદ પછી પરિસ્થિતિ પર CM ચંદ્રશેખ રાવે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આની સાથે જ તમામ જિલ્લા પ્રશાસનને સતર્ક રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…