તારીખ 30, 31 અને 1 સપ્ટેમ્બર સુધી રહેશે આ વિસ્તારોમાં ભારે વરસાદ- અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આપી જાણકારી

Share post

ગુજરાતમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરેલી ભારેથી અતિ વરસાદની આગાહી અનુસાર હજુ પણ બે દિવસ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તે દરમિયાન તારીખ 30 અને 31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બર તારીખે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે-સાથે 30મી ઑગસ્ટના રોજ રવિવારે બપોર સુધીમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ પડશે તેવી  આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર બપોરના 1 કલાક સુધીમાં રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાથે-સાથે પાટણ,મહેસાણા, દાહોદ,પંચમહાલ, ખેડા અને મહિસાગર જિલ્લાઓમાં 1 વાગ્યા સુધીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને હાલના સમયમાં શહેરી વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. હાલ સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ એવો શેત્રુંજી ડેમ ત્રીજી વખત ઑવરફ્લો થઇ ચુક્યો છે. તેમછતાં તે વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું નથી. શેત્રુંજી ડેમ ત્રીજી વાર ઑવરફ્લો થતા તેના 59 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. 15,340 ક્યુસેક પાણીની આવક ડેમમાં થતા આ ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલી દેવામાં આવ્યા ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ સંપૂર્ણ ભરાયો છે.

ભારે વરસાદના કારણે ભરૂચમાં આવેલ ગોલ્ડન બ્રીજ 22 ફૂટની સપાટી પાર કરી ગયો છે. નર્મદા નદીમાં પણ 8 લાખ ક્યૂસેક પાણી સરદાર સરોવરમાંથી ઠલવાતા નર્મદા મૈયા બે કાંઠે વહી રહી છે. ભરૂચના ગોલ્ડન બ્રીજની આસપાસ તેમજ ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાંથી 2,000 લોકોનું સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે.

સાથે-સાથે શેત્રુંજી નદીમાં પૂર આવતા અમરેલીના ખોડિયાર ડેમમાંથી પાણી છોડવાની જરૂરિયાત પડી હતી. આ ડેમના 4 દરવાજા 2-2 ફુટ ખોલી દેવામાં આવ્યા છે. સાથે-સાથે અમરેલીનો ઠેબી ડેમ ઑવરફ્લો થયો છે. મરેલી જીલ્લાની દરેક નદીઓમાં ઘોડાપૂર, શેત્રુંજી, સાતલડી, કાળુભાર, ગાગડીયો અને ઠેબી સહિતની મોટી નદીઓમાં ઘોડાપુર નદીના વહેતા પાણી કોઝવે પર અને ખેતરોમાં ફરી વળ્યાં. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકશાન થવા પામ્યું છે.

વાત કરીએ ઉકાઈ ડેમની તો, ઉકાઇ ડેમના બ્લાઇન્ડ કેચમેન્ટ બાદ હવે સતાધીશોને હથનુર ડેમના કેચમેન્ટના વરસાદે સાવધાન કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં હથનુર ડેમમાં દેમાર વરસાદથી 24 જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને 1.67 લાખ કયુસેક પાણી છોડવાનું શરૂ કરાતા ગતરોજ સાંજથી 6 ગેટ પાંચ ફુટ ખોલીને ઉકાઇ ડેમમાંથી 88,631 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું હતું. સુરત વહીવટીતંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. અને ત્યાના સ્થાનિક વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post