ગુજરાત: કોરોના વચ્ચે નિરાધાર બન્યો જગતનો તાત- અતિભારે વરસાદને લીધે થયું આટલા કરોડનું નુકસાન

Share post

એક બાજુ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારી અને બીજી બાજુ ગુજરાતમાં પડેલ અતિભારે વરસાદને કારણે પાક ધોવાઈ જવાથી એમ બન્ને બાજુથી ઘેરાયેલ ખેડૂતોની સ્તીથી હાલમાં કફોડી બની ગઈ છે. અતિભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાન બાબતે એક સમાચાર સામે આવી રહ્યા છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને લીધે ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ હતી. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કુલ 10 કરોડ રૂપિયાની શાકભાજીઓ તેમજ કુલ 100 કરોડ રૂપિયાના ડાંગરનાં પાકનું નુકસાન થયું છે. જો કે, સરકાર દ્વારા કુલ 33%ની રાહતનું એલાન કરવામાં આવ્યું છે પરંતુ હાલમાં કોરોનાના કહેરની વચ્ચે ખેતમજૂર ન મળતા હોવાથી ખેડૂતે વધારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

મળી રહેલ જાણકારી મુજબ સુરતમાં આવેલ ઓલપાડ તાલુકાનાં સોસક ગામ ખાતેના ખેતરોમાં ડાંગર કાપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો કે, ખેતરમાં એક પણ ખેત મજૂર દેખાઈ રહ્યો નથી. ડાંગર કાપવાનું કામ મશીન દ્વારા કરવામાં આવી રહ્યું છે તથા આ મશીન પણ ભાડે લાવવું પડતું હોય છે. સામાન્ય રીતે મશીન કામ કરતું નજરે સારું લાગે છે પન આ મશીનથી ખેતરમાં જમીનનું લેવલ બગડી જતું હોય છે અને એ સરખું કરવામાં અલગથી ખર્ચો આવતો હોય છે.

બીજી બાજુ ભાવની વાત કરવામાં આવે તો પ્રતિ વીઘે ખેત મજૂર કાપે તો કુલ 5,000 રૂપિયા સુધીનો ભાવ  મજૂરી ચાલી રહી છે તેમજ મશીનથી કપાવવામાં આવે તો કુલ 2,200 રૂપિયા થતા હોય છે. જો કે, મશીનમાં નુકસાન થાય છે કારણ કે મજૂર કાપે તો પુડિયા તૈયાર થતા હોય છે તથા મશીનથી કાપવામાં આવે તો પુડિયા બનતા નથી.

પુડીયા એક વિંઘે પશુપાલકો કુલ 6,000 હજાર રૂપિયામાં ખરીદી કરતા હોય છે, જેને લીધે ખેડૂતને લાભ થતો હોય છે. આની ઉપરાંત મશીનથી કાપવામાં આવેલ ડાંગર સહકારી મંડળી દ્વારા ઓછા ભાવે ખરીદી કરવામાં આવે છે. મશીનથી કાપવામાં આવેલ ડાંગર કુલ 25 રૂપિયા ઓછો આપતા હોય છે એટલે કે ખેડૂતને નુકસાન વધારે થાય છે.

આ વર્ષે પડેલ અતિભારે વરસાદને લીધે જગતના તાતને ખુબ નુકસાન થયું છે. શાકભાજીને કુલ 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બીજી તરફ ડાંગરના પાકને પણ કુલ `100 કરોડનું નુકસાન થતા ખેડૂતો તો ચિંતામાં છે તથા હવે કાપણીના સમયે મજૂરોની અછતને લીધે ખેડૂત વધારે મુશ્કેલીમાં મુકાયો છે.

દક્ષિણ ગુજરાતમાં કુલ 20,000  હેક્ટર જમીનમાં ડાંગરની ખેતી થાય છે. જો કે, રોપણી પછી ગણતરીના દિવસોમા જ મેઘરાજાનું આગમન થયું તથા સાંબેલાધાર વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયા. હવે ખેડૂતોની મહેનત માથે પડી છે. ઓલપાડ તથા ચોર્યાસી અને કાંઠા વિસ્તારના ખેડૂતોની વાત કરવામાં આવે તો કુલ 1,100 વિઘામાં ખેડૂતો ડાંગરની રોપણી કરી હતી.

રોપણી પાછળ વિઘા દીઠ કુલ 8,000  રૂપિયા ખર્ચ પણ થાય છે ત્યારે આ પાક ચોમાસામાં સંપૂર્ણ પાણીમાં તરબોળ થતા ખેડૂતોને પડતા પર પાટુ પડ્યા જેવી સ્તિથી સર્જાઈ છે. પાછલા વર્ષે દિવાળી પૂર્વે વરસેલા માવઠાને લીધે સુરત, તાપી, વલસાડ જિલ્લાના ખેડૂતોને લગભગ 300 કરોડ રૂપિયાનું નુકશાન થયુ હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post