રાજ્યમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન, કૃષિ સહાય માટે આ જિલ્લામાંથી આવી સૌથી વધુ અરજી

Share post

ગુજરાત રાજ્યમાંથી એક બાજુ ચોમાસું વિદાય લઇ રહ્યું છે તે સમયે હાલ પણ ગુજરાત રાજ્યમાં 16 થી 19 તારીખ દરમિયાન ભારે વરસાદની સાથે સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. તે સમયે હાલ સુધીમાં ગુજરાત રાજ્યમાં એક અંદાજ અનુસાર 135 ટકાની આજુબાજુ સરેરાશ વરસાદ વરસ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના ઘણા જિલ્લામાં મેઘરાજાનો કહેર જોવા મળ્યો. જેનાં લીધે ખેડૂતોનાં પાકને બહુ નુકસાન થયેલું જોવા મળ્યું. જેને લઇને ગુજરત રાજ્યમાં 10 લાખથી વધારે ખેડૂતો દ્વારા કૃષિ સહાય માટે અરજી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિને લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. 10 લાખથી વધારે ખેડૂતોએ ખેતી સહાય માટે અરજી કરી છે. હાલ આ વર્ષે 20 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના અમરેલી જિલ્લામાંથી સહાય માટે સૌથી વધારે અરજી આવી છે.

ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં ખુબ જ વરસાદ વરસ્યો છે. જેમાં ઘણા જિલ્લામાં તો મેઘકહેર જોવા મળી હતી. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ ખુબ જ ભારે વરસાદ વરસ્યો છે. વરસાદનાં લીધે ખેડૂતોનાં ખેતરોમાં પાણી ફરી વળેલા જોવા મળ્યાં છે.

ભારે વરસાદનાં કારણે ખેતરોમાં પાણી ઘૂસી જતાં ખેડૂતોનાં પાકને બહુ નુકસાન થયું હોવાનું જોવા મળ્યું છે. તે સમયે ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિનાં લીધે ભારે નુકસાનને લીધે લગભગ 10 લાખ કરતા વધારે ખેડૂતોએ ખેતી સહાય માટે અરજી કરવામાં આવી છે.

નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાત રાજ્યમાં થયેલ અતિવૃષ્ટિની લીધે હાલ ચાલુ વર્ષે 20 જેટલા જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે. તે સમયે અમરેલી જિલ્લામાંથી ખેડૂતો દ્વારા સૌથી વધુ સહાય માટે અરજીઓ કરવામાં આવી છે. ખેડૂતોએ ખેતી સહાય માટે આ ચાલુ માસની 30 તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post