ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકયો- સૌથી વધુ સુરતના… જાણો તમામ અપડેટ

Share post

હાલમાં ચોમાસાની સારી એવી શરૂઆત થઈ ચુકી છે. સમગ્ર રાજ્યમાં થોડાં દિવસથી અતિભારે વરસાદ પણ પડી રહ્યો છે. વરસાદને કારણે બધી જ નદીઓમાં નવાં નીર પણ આવ્યાં છે. તો ઘણી જગ્યાએ ઘોડાપુર પણ આવ્યાં છે. હાલમાં વરસાદને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સમગ્ર રાજ્યમાં મેઘ મહેર યથાવત્ રહેલી છે. સૌથી વધારે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદની કુલ 3 સાઇકલ સક્રિય રહેલી છે તેમજ આગામી કુલ 3 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે. હજુ પણ ઘણાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે.

આજ સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 2 કલાકમાં જ કુલ 49 તાલુકામાં અડધાથી લઈને કુલ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગઈકાલે છેલ્લા માત્ર 24 કલાકમાં કુલ 209 તાલુકામાં 1 ઈંચથી લઈને કુલ 8 ઈંચ જેટલો વરસાદ નોધાયો છે. ગઈકાલે સૌથી વધારે સુરતમાં આવેલ તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે.

જેમા સૌથી વધુ માંગરોળ તાલુકામાં કુલ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારપછી કામરેજ, ઉમરપાડા, સુરત શહેરમાં પણ કુલ 5-7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરત પછી ગીર સોમનાથ, નવસારી, અમરેલી, વલસાડ, તાપી, બોટાદ, વડોદરા, પોરબંદર સહિત ઘણાં જિલ્લાઓમાં કુલ 3-6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સમગ્ર રાજ્યમાં સતત કુલ 3 દિવસ વરસાદની આગાહીને લીધે હજુ પણ ઘણાં જિલ્લાઓમાં સામાન્યથી લઈને અતિભારે વરસાદ પડી રહ્યો છે. આજ સવારનાં 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 2 જ કલાકમાં ડાંગ, નવસારી, સુરત, વલસાડ, તાપી, કચ્છ, અમરેલી, ભરૂચ, રાજકોટ, વડોદરા સહિત ઘણાં જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

આજ સવારે 6 વાગ્યાંથી લઈને 8 વાગ્યા સુધીમાં કુલ 10 તાલુકામાં 1 – 2 ઈંચ વરસાદ (મિમિમાં) :આની સાથે જ સુરતમાં આવેલ માંડવીમાં કુલ 4 ઇંચ, નવસારીમાં આવેલ ગણદેવીમાં કુલ 4 ઇંચ, નવસારીમાં આવેલ ખેરગામમાં કુલ 4 ઇંચ, વલસાડમાં કુલ 4 ઇંચ, સુરતમાં આવેલ ઓલપાડમાં કુલ 4 ઇંચ, જુનાગઢમાં આવેલ વંથાલીમાં કુલ 4 ઇંચ, તાપીમાં આવેલ ડોલવાણમાં કુલ 4 ઇંચ વરસાદ નોધાયો છે.

હવામાન વિભાગનાં નિષ્ણાતોનાં જણાવ્યા પમુજબ એકસાથે કુલ 3 સિસ્ટમ સક્રિય હોવાને લીધે સમગ્ર રાજ્ય સહિત પશ્ચિમ ભારતમાં પણ વાતાવરણ ઘણું તોફાની બન્યું છે તેમજ સતત વરસાદ પણ વરસી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમમાં કચ્છ-પાકિસ્તાન તેમજ દક્ષિણ ગુજરાતને કાંઠે સાઇક્લોનિક પ્રેશર પણ સર્જાયું છે.

જ્યારે બંગાળની ખાડીથી ઓરિસ્સા બાજુ વેલમાર્ક લૉ-પ્રેશર સર્જાયું છે. આ કુલ 3 ગતિવિધિને લીધે સતત વરસાદ વરસી રહ્યો છે.  આગામી કુલ 24-72 કલાકમાં સમગ્ર રાજ્યમાં હળવોથી લઈને અતિભારે જ્યારે ઘણાં વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાંની આગાહી કરવામાં આવી રહી  છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post