ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, જાણો અઠવાડયા દરમિયાન કયા વિસ્તારોમાં પડશે વરસાદ

Share post

ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યા સુધી વરસાદી માહોલ બન્યો હતો. ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં મોડી રાત્રે અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં શુક્રવારે મોડી સાંજ બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારમાં વૃક્ષો પડ્યા છે. જોકે, હજુ 48 કલાકની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

શનિવારની સાંજે 8 વાગ્યા બાદ 18 થી 25 કિ.મીની ઝડપી પવનો સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે 8.30 થી 9 વાગ્યા સુધી 37 થી 55 કિ.મીની ગતિના ઝાટકા પવનો ફૂંકાતા વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારમાં વૃક્ષો પડ્યા છે. શનિવારે સવારે 6 કલાક સુધીનાં મળતા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 186 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં 5.4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદના દેત્રોજ તાલુકામાં 3.5 ઇંચ અને વડોદરાના કરજણ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરથી 15 અને 16 જૂને વરસાદ આવશે

ગુજરાત ઉપર હાલમાં વાદળયુક્ત વાતાવરણ બન્યું છે. સાઉથ-વેસ્ટ દરિયાઇ ભેજયુકત પવનોથી વરસાદને અનુકૂળ વાતાવરણ બનતા વરસાદ વરસ્યો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં ડેવલપ થનાર લો પ્રેશર સિસ્ટમથી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બાદ 15 અને 16 જૂને સમગ્ર ગુજરાતમાં પુન:વરસાદ પડવાની શક્યતા છે

ગુજરાત રાજ્યના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં વાતાવરણને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનીક સરક્યુલેશની અસરને પગલે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. ગુજરાતમાં 13 અને 14 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે, દક્ષિણ‌ ‌ગુજરાતમાં‌ ‌ભારે‌ ‌વરસાદની‌ ‌આગાહી‌ કરવામાં આવી છે. આગામી 3 દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની અસરના કારણે 15 અને 16 જૂને એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રવિવારથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે

હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રવિવારથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે. ચોમાસાના આરંભ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જ્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે. રાજ્યના કેટલાક વિસ્તારમાં પાંચ દિવસ સુધી વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના પ્રવકતના જણાવ્યા, અનુસાર મહારાષ્ટ્રના રાજયોમાં ચોમાસાની આજથી વિધિવત શરૂઆત થઇ ચુકી છે .આ શરૂઆત પછીના બે-ત્રણ દિવસમાં જ દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાના આરંભ થઇ જતો હોય છે. અત્યારે ગુજરાતમાં દક્ષિણ-પૂર્વ દિશના નેઋત્યના પવન શરૂ થઇ ગયા છે. આ પવન શરૂ થવાની સાથે જ ચોમાસાની પણ શરૂઆત થઇ જતી હોય છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 થી 48કલાકમાં સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઋતુની વિધિવત શરૂઆત થઇ જશે. સાથે જ નવસારી અને વલસાડમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ કોરોનાની મહામારી વચ્ચે આગામી 24 થી 48  કલાકમાં સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઇ જશે.

છેલ્લા પાંચ વર્ષમાં પડેલા વરસાદ નો રેકોર્ડ

વર્ષ 2015

રાજ્યમાં 25.59 ઈંચ વરસાદ પડ્યો
સરેરાશ 81.57 ટકા વરસાદ પડ્યો

વર્ષ 2016

રાજ્યમાં 28.61 ઈંચ વરસાદ પડ્યો
સરેરાશ 91.17 ટકા વરસાદ પડ્યો

વર્ષ 2017

રાજ્યમાં 35.77 ઈંચ વરસાદ પડ્યો
સરેરાશ 122.18 ટકા વરસાદ પડ્યો

વર્ષ 2018

રાજ્યમાં 25.10 ઈંચ વરસાદ પડ્યો
સરેરાશ 76.73 ટકા વરસાદ પડ્યો

વર્ષ 2019

રાજ્યમાં 46.26 ઈંચ વરસાદ પડ્યો
સરેરાશ 144.01 ટકા વરસાદ પડ્યો

ક્યાં શહેરમાં પડશે વરસાદ?

ભારતીય હવામાન વિભાગ દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતા બુલેટિન મુજબ, ગુજરાતમાં રવિવારે બોટાદ, અમરેલી, જુનાગઢ, મોરબી, સુરેન્દ્ર નગર, જામનગર, ગીર સોમનાથ, દીવ તથા કચ્છના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી.

હવે સોમવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

મંગળવારથી ગુરુવાર સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વિભાગ મુજબ સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે પણ વરસાદ જોવા મળ્યો હતો. એ સિવાય ભારતના અનેક ભાગો જેમકે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

દેશમાં ચોમાસુ સામાન્યપણે આગળ વધી રહ્યું છે અને કર્ણાટક અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ચોમાસું સક્રિય થઇ ચુક્યું છે. ભારતીય હવામાન વિભાગના નાયવું મહાનિદેશક આનંદ શર્માએ જણાવ્યું છે કે, ‘દેશમાં ચોમાસું સામાન્યવત આગળ વધી રહ્યું છે. કર્ણાટક અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ચોમાસુ સક્રીય થઇ ચુક્યું છે. હવે ઓડિસાના બાકીના વિસ્તારમાં પણ સક્રીય થશે. આગામી 48 કલાકમાં ચોમાસુ છત્તીસગઠ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ મધ્યપ્રદેશ અને બિહારમાં સક્રિય બને તેવા સંકેત છે.’

અમદાવાદમાં અનેક સ્થળો પર પાણી ભરાયા

અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક સ્થળો પર પાણી ભરાયા છે. શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ચારેતરફ પાણી ભરાયા છે. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયુ છે.હાટકેશ્વર-અમરાઈવાડી તરફ જવાના 132 ફૂટના રિંગરોડ પર વરસાદી પાણી ભરાયા છે.

હાટકેશ્વર, મણિનગર ગોરનો કુવો, સીટીએમ, રામોલ, જામફળવાડી કેનાલ, જશોદાનગર, નેશનલ હાઈવે પરની આસપાસની અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ફરી વળ્યા છે. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમાં લોકોના ઘરોના ઓટલાઓ સુધી પાણી ભરાયા છે. મણિનગર જવાહરચોકથી ભૈરવનાથ, વટવા જીઆઈડીસી જવાના રોડ પર પુનિતનગર રેલવે ફાટક પાસે નીચાણવાળા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.

મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદ 

છેલ્લા 24 કલાકમાં મધ્ય તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો છે. મધ્યનાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા મહિસાગરમાં તેમજ ઉત્તર ગુજરાતના, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને દક્ષિણમાં સુરત, વલસાડ, તાપી સહિતના તાલુકાઓમાં 1થી બે ઇંચ જેટલો વરસાદ વર્સ્યો છે. કચ્છમાં નખત્રાનામાં સૌથી વધુ 49 મી.મી વરસાદ પડ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…