મુંબઈ: ચાલુ મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેનમાં ઘૂસ્યું પાણી, જુઓ મુસાફરોને કેવી રીતે બચાવ્યા ? જુઓ વિડીયો

Share post

મુંબઈમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈ-કર્જત વચ્ચેની રેલવે સેવા બંધ કરાઈ છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતાં મુંબઈથી 100 કિમી દૂર બદલાપુર-વંગાની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસને રોકી દેવામાં આવી છે. ટ્રેનમાં 700 લોકો મુસાફરી કરી રહ્યા છે. તમામ મુસાફરોને બચાવવામા માટે એનડીઆરએફની ટીમ સાથે ઈન્ડિયન નેવીના હેલિકોપ્ટરની મદદ લેવાઈ છે. રેલવેએ કહ્યું છે તમામ યાત્રીકો સુરક્ષિત છે. મુસાફરોને ટ્રેન નીચે ન ઉતરવાની સલાહ આપાઈ છે. પોલીસ અને આરપીએફની ટીમ ટ્રેનમાં જ છે.

બીજી તરફ સાત ફ્લાઈટને રદ્દ કરાઈ, 17 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે. હવામાન વિભાગે હજુ 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી રહી છે.

મુંબઈ પોલીસે લોકોને વિનંતી કરી છે તેઓ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં ન જાય.સમુદ્રથી દૂર રહે.કોઈ પણ મદદ માટે 100 નંબર ઉપર ફોન કરે. એરપોર્ટના અધિકારીઓએ કહ્યું છે કે વિઝિબિલિટી ઓછી થવાના કારણે ફ્લાઈટ્સને અસર પડી રહી છે. મુંબઈ, થાણે, પાલઘરમાં 26થી 28 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે.


26 જુલાઈ 2005માં પણ વરસાદે કહેર વર્તાવ્યો હતો

26 જુલાઈ 2005માં પણ ભારે વરસાદના કારણે મુંબઈમાં 400થી વધારે લોકોના મોત થયા હતા. ઔદ્યોગિક એકમો, એરપોર્ટ અને પોર્ટ ઘણા દિવસ સુધી બંધ રહ્યા હતા. રૂ. 550 કરોડનું નુકસાન થયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post