મેઘરાજાએ ખીલો તંત્રની પોલ- ગળાગુબ ભરેલા પાણીમાં 2 કિલોમીટર સુધી ચાલીને કાઢવી પડી સ્મશાન યાત્રા

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાં ચોમાસાની પણ સારી એવી શરૂઆત થઈ ચુકી છે. સમગ્ર સૌરાષ્ટ્રની નદીઓ તેમજ જળાશયોમાં પણ નવાં નીરની આવક ખુબ જ ઝડપથી ચાલુ થઈ ગઈ છે. ત્યારે ઘણી જગ્યાએ તો ગળાડૂબ પાણી પણ ભરાઈ ચુક્યા છે. તમામ લોકો આનંદની લાગણી અનુભવી રહ્યાં છે.

રાજ્યનાં લગભગ બધાં જ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થઈ ગયાં છે તેમજ સારો એવો વરસાદ પણ પડી રહ્યો છે. તો ઘણાં નીચાણવાળા તથા નદી વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયાં છે. વરસાદની અતિભારે બેટિંગમાં વલસાડ જિલ્લામાં આવેલ પારડી તાલુકામાં આવેલ કોટલાવ ગામમાં વરસાદનાં પાણી ફરી વળ્યા હતાં.

કોટલાવ ગામનાં દાદરી મોરા ફળિયાથી નીકળતાં માર્ગમાં પાણી ભરાઈ જતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ દરમિયાન ગામમાં રહેતાં અરવિંદ ભાઈ નાયક નામનાં વ્યક્તિનું મૃત્યુ થતાં જ એમની સ્મશાન યાત્રા જીવનાં જોખમે ગળાડૂબ પાણીમાં કાઢવામાં આવી હતી.

અહી ઉલ્લેખનીય છે, કે દારરી મોરા ફળિયામાંથી બહાર જતાં જ રસ્તા પર બંને બાજુ ગળા સુધીનાં પાણી ભરાઈ ગયાં છે. અહીના સ્થાનિકોનું જણાવવું છે, કે દર વર્ષે વરસાદની સીઝનમાં આ સમસ્યા થાય છે, બીજી બાજુ તો બાળકોનાં જીવનું ઘણું જોખમ પણ રહે છે. દર વર્ષે યથાવત જોવાં મળતી આ સમસ્યાથી તમામ લોકો ત્રસ્ત પણ થઈ ગયા છે.

અહીના સ્થાનિકોએ સ્મશાન યાત્રા હોય અથવા તો કોઈ બીમાર વ્યક્તિને હૉસ્પિટલમાં લઇ જવાના હોય ત્યારે પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. અરવિંદ ભાઈ નાયકની સ્મશાન યાત્રા દરમિયાન પણ લોકોએ આ મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. આવા કરૂણ સમયે પણ તંત્રની બેદરકારીથી લોકોની મન: સ્થિતિની કલ્પના પણ કરી શકાય છે. આવા ગળાડૂબ પાણીમાં 1-2 ડગલાં નહીં પણ 1-2 કિમી સુધી લોકોએ ચાલવું પડે છે. ત્યારપછી જ સ્મશાન યાત્રાને ટ્રેક્ટર મારફતે લઇ જવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post