fbpx
Tue. Oct 15th, 2019

લીલા દુકાળને કારણે ગુજરાતના ખેડૂતોને કરોડોનું થયું નુકશાન, જાણો અહીં

હાલ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ચુક્યું છે. આ ધોધમાર વરસાદના સામાન્ય જનતા પણ ત્રાસી ગયા હોય, ત્યાં ખેડૂતોના શુ હાલ થયા હશે તે વિચારી શકાય છે. એક તરફ જ્યાં તેઓ સારો વરસાદ થવાથી ખુશી મનાવી રહ્યા હતા, ત્યાં વધુ વરસાદને કારણે લીલા દુકાળની સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને શેરડી પકવતા ખેડૂતોની હાલત ખુબ ખરાબ બની છે. લીલા દુકાળને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગર અને શેરડીના પાક ઉગવતા ખેડૂતોને અંદાજે 60 કરોડ જેટલું નુકસાન સહન કરવાનો વારો આવી પડ્યો છે.

બે મહિના પહેલા ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ બની હતી. ડાંગર અને શેરડીના પાક માટે પૂરતુ પાણી પણ મળતુ ન હતું. જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જોકે તે પછી મેઘરાજા જે રીતે મહેરબાન બન્યા હતા તથા દક્ષિણ ગુજરાતમાં જે રીતે મન મૂકીને વરસ્યા હતા, તેને કારણે ખેડૂત પરિવારોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ ખુરશી જૂજ દિવસો પૂરતી જ હતી. કારણ કે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે મેઘરાજા અટકવાનું નામ જ નહી લેતા હતા. જેના કારણે ડાંગર અને શેરડીના પાકને ભારે નુકસાન થયું હતું.

રાજ્યમાં લીલા દુકાળની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ડાંગર તથા શેરડીના પાકને હેકટર દીઠ 15 હજાર રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જો આંકડાકીય વાત કરીએ તો આ નુકશાનનો આંકડો 60 કરોડ પર પહોંચ્યો છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોનો તમામ પાક નાશ પામશે અને ભારે નુકસાની સહન કરવાનો વારો આવશે. હાલ ખેડૂતો એક જ માંગ કરી છે કે રાજ્ય સરકાર દ્વારા નુકશાની અંગે સર્વે કરવામાં આવે અને તમામ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…