આગામી 48 કલાક માં ગુજરાતના આ શહેરોમાં થશે મેઘરાજાની ધોમ કૃપા, જાણો વિગતે

Share post

હાલમાં ગુજરાતના અમુક શહેરોમાં વરસાદી માહોલ જામી ગયો છે. હાલમાં વડોદરામાં 3 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. અને હવામાન આગાહી અનુસાર આગામી 48 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. સાથે જ હજુ સાયક્લોનિકલ સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, વલસાડ તેમજ ડાંગ જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે અને તે આગાહી સાચી પડી છે અને છેલ્લા 24 કલાકમાં વાપીમાં 10 ઈંચ, કપરાડામાં 9 ઈંચ, વલસાડમાં 8 ઈંચ, ઉમરગામમાં 7 ઈંચ, પારડીમાં 6 ઈંચ અને ધરમપુરમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.

ત્યારબાદ હમણા હવમાન વિભાગે આગાહી કરી છે કે, 12 જેટલા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક હિસ્સાઓમાં આગામી 24 કલાકમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પહોંચવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…