સૌરાષ્ટ્રમાં જળબંબાકાર: ભયંકર પૂરના પ્રવાહમાં ઊંટ તણાયો- જુઓ વિડીયો

Share post

રાજ્યમાં છેલ્લા 2 દિવસ દરમ્યાન મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યાર પછી આજ થી ફરી ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ પાછા વરસાદના પાણી  ભરાય ગયા ચળ. મેઘરાજાએ દ્વારકા જિલ્લાના બેરાજા ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ ઉભી કરી છે. ભારે વરસાદને પગલે બેરાજા ગામની વેદમતી નદીમાં પૂર આવ્યું છે. આ પૂરના પાણીમાંથી રસ્તો પસાર કરવા જતાં ઊંટ તણાયો હતો. હાલમાં આ વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.

વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, ધસમસતા પૂરમાં પુલ પરથી પસાર થતો ઊંટ તણાયો છે. વેદમતી નદીમાં ધસમસતા પૂરમાં ઊંટ તણાયાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. લોકોની નજર સામે જ ઊંટ પાણીમાં તણાઇ ગયો હતો. રાજ્યમાં આજ રોજ વરસાદની આગાહી અનુસાર ભારેથી-અતિભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર-કચ્છની નાની-મોટી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં ઊંટ તણાયાની ઘટના બની છે. આ બે ઘટનાઓ ખંભાળિયાના બેરાજા ગામે અને માંડવીના શેરડી ગામે બની છે. ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને કારણે વેદમતિ નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. આ દરમિયાન કોઝવે પરથી પસાર થતો ઊંટ નદીમાં ખાબક્યો હતો અને પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ તરફ માંડવીના શેરડી ગામે પણ કોઝવે પરથી પસાર થતો ઊંટ લપસ્યો હતો. જો કે, માલિકની સમયસૂચકતાને કારણે ઊંટ નદીમાં ખાબકતા બચ્યો હતો.

હવામાન વિભાગના આંકડાઓ અનુસાર, ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામમાં દોઢ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે ગામની નદીઓમાં ધસમસતા પુર આવી ગયા હતા. મેઘરાજાએ તોફાની બેટિંગથી ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે. આગામી ત્રણ દિવસ એટલે આજથી ભારે વરસાદ જોવા મળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. શુક્રવારે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં સામાન્યથી લઈ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post