તા.18 થી 21 ઓગસ્ટ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી- જાણો તમારે ત્યાં કેવો પડશે વરસાદ?

Share post

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં લૉ પ્રેશર અને સાઇક્લૉનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાને લીધે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલામાં અતિભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત જિલ્લાના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે.

સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સમગ્ર ગુજરાતના ઉપર બની છે. જેથી આગામી બે દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વાપીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ચાર દિવસ વરસાદની આગાહી કરાઈ છે.

18 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગની આગાહી છે કે, 18 ઓગસ્ટના રોજ આણંદ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામગર, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

19 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગની આગાહી છે કે, 19 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના પાટણમાં અત્યંતભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે.

20 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગની આગાહી છે કે, 20 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

21 ઓગસ્ટના રોજ આ શહેરોમાં થશે વરસાદ
હવામાન વિભાગની આગાહી છે કે, 21 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, સુરત અને નવસારીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post