ગોંડલમાં આભ ફાટ્યું: ST બસના એવા હાલ થયા કે, ગળાડૂબ પાણીમાં ફસાયેલા મુસાફરોને થઇ ગયા યમરાજના દર્શન

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાં ચોમાસાની પણ સારી એવી શરૂઆત થઈ ચુકી છે. સમગ્ર સૌરાષ્ટ્રની નદીઓ તેમજ જળાશયોમાં પણ નવાં નીરની આવક ખુબ જ ઝડપથી ચાલુ થઈ ગઈ છે. ત્યારે ઘણી જગ્યાએ તો ગળાડૂબ પાણી ભરાઈ ચુક્યા છે.

રાજકોટ જિલ્લામાં આવેલ ગોંડલમાં અતિભારે કુલ 4 ઈંચ જેટલો વરસાદ પડતાં જ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયાં છે. આની સાથે જ અતિભારે વરસાદને કારણે ઉમવાડા અંડર બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉમવાડા અંડર બ્રિજમાં ST બસ પાણીનાં ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી.

જીવનાં જોખમે ગળાડૂબ પાણીમાંથી તમામ મુસાફરોને બહાર પણ કાઢવામાં આવ્યા હતા. પાણીમાં ફસાયેલ તમામ લોકો સામાન લઈને પાણીમાંથી બહાર પણ નીકળી ગયાં હતાં. આટકોટમાં આજ અતિભારે વરસાદથી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતાં.ઉમવાડા અંડર બ્રિજમાં ગોંડલ-પાવાગઢ રૂટની ST બસ પાણીનાં ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. જેનાંથી તમામ મુસાફરોને જીવનાં જોખમે બસની બહાર પણ કાઢવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં જ સૌ દોડી આવ્યા હતાં તેમજ બસમાં ફસાયેલ બધાં જ લોકોને બહાર પણ કાઢ્યા હતાં. જ્યારે JCBની મદદથી બસને પાણીની બહાર પણ કાઢવામાં આવી હતી. ગળાડૂબ પાણીમાં તમામ મુસાફરો માથા પર સામાન લઈને બહાર પણ નીકળ્યા હતા. આ ઘટનાને લીધે તમામ લોકોનાં જીવ પણ અદ્ધર થઈ ગયા હતાં.

જસદણમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરની પાસે પણ એક વૃક્ષ ધરાશાયી થઈ જતાં મેઈન રસ્તો બંધ થતાં જ તમામ વાહનચાલકો ખુબ જ પરેશાન થઈ ગયાં હતાં. વૃક્ષ રોડ પર પડતાં જ સમગ્ર રસ્તો જ બ્લોક થઈ ગયો હતો. જો, કે આ બાબતે તંત્રને પણ જાણ ન હોય લોકો એકઠાં થઈ ગયા હતાં તેમજ નગરપાલિકાને જાણ કરતાં જ ટીમ દોડી આવી હતી તથા રસ્તા પરથી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આટકોટમાં પણ રાત્રીનાં 3 વાગ્યાથી સતત અતિભારે વરસાદની શરૂઆટ થઈ હટી. આથી જ જસદણ રોડ પર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયાં હતાં. તમામ વાહનચાલકો પણ પાણી ન ઉતરે ત્યાં સુધી વરસતાં વરસાદમાં જ ઉભા રહી ગયા હતાં. જસદણ રોડ પર આવેલ દુકાનોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓ દોડી આવ્યાં હતાં તથા પાણી બહાર કાઢવાની તમામ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સારા વરસાદને કારણે ભાદર નદી પણ બે કાંઠે વહી રહી છે.

બાબરા પંથકમાં પણ અતિભારે વરસાદ પડતાં જ મિયાખીજડીયાથી પાનસડા તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આ રસ્તા પર વોકળાનું પાણી ફરી વળતાં જ રસ્તો બંધ થઈ ગયો છે. જેનાંથી રસ્તાની બંને બાજુનાં વાહનચાલકો પણ ફસાઈ ગયાં છે. આ વિસ્તારમાં આવતાં ગામનાં લોકો અહીં ઓવરબ્રિજ બનાવવાની પણ માંગ કરી રહ્યાં છે. પરંતુ તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. જેનાંથી સ્થાનિકોને ખુબ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post