સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: આ વિસ્તારોમાં વીજળી પડતા ભેંસ સહીત બે સગા ખેડૂત ભાઈઓના મોત- દ્રશ્યો કેમેરામાં કેદ

Share post

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણી બાથી જગ્યાએ વીજળી પણ પડી રહી છે. રાજકોટમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો છે જેના લીધે વૃક્ષ પડતા જ ચેતનભાઇ સોની (ઉં.વ.57) નામના પ્રૌઢના ઘરના દરવાજા બંધ થઈ ગયા હતા. આથી ચેતનભાઈ સહિત પાંચ સભ્યો ઘરમાં જ ફસાયા હતા. બીજી તરફ જીવંત વીજવાયર તૂટી પડતા ઘરોની દીવાલોમાં કરંટ ચાલુ થઇ ગયો હતો. આથી વાગડિયા પરિવારમાં ગભરાય ગયો હતો. ચેતનભાઈએ હિંમત દાખવી પોતાની પત્ની, નાના ભાઇની પત્ની અને તેના બે બાળકોને પોતાની અગાસી પરથી બાજુની અગાસી પર મોકલી દીધા હતા. બાદમાં પોતે દીવાલ ટપવા ગયા ત્યારે ઝાડ સાથે ફસાયેલો જીવંત વીજવાયર હાથમાં આવી જતાં કરંટ લાગ્યો અને ત્યાં જ પ્રાણ નીકળી ગયા હતા.

સાબરકાંઠામાં બે સગાભાઇ પર વીજતાર તૂટી પડતા મોત
ભારે વરસાદના કારણે સાબરકાંઠાના ઈડરના લાલપુર ગામેં બે સગાભાઇ પર વીજતાર તૂટી પડતા મોત થયા છે. વીજ તાર પર ભારે પવનને પગલે ઝાડ પડ્યું હતું જેને પગલે ગાયો ચરાવતા બે ભાઈઓ પર વીજ તાર પડતા બન્નેના ઘટનાસ્થળે મોત થયા.

લાઠી અને રાજુલામાં વીજળી પડી
આજે પણ લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વીજળીના કડાકા ભડાકાથી ઘરો ભૂકંપની જેમ ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડી હતી. આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જો કે, વીજળી પડવાથી કોઈ જાનહાનિ થઈ નથી. રાજુલામાં પણ ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

વેરાવળમાં ખેડૂતની વાડીએ વીજળી પડતા એક બળદ અને એક ભેંસનું મોત
સતત 2 દિવસથી રાજકોટ શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 4 ઈંચ વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા વાહનચાલકોમાં મુશ્કેલી પડી હતી. ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે આજે વહેલી સવારે વેરાવળ પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. વેરાવળના ઇન્દ્રોઈ ગામે કુંભાભાઈ મસરીભાઈ જેઠવા નામના ખેડૂતની વાડીએ વીજળી પડતા એક બળદ અને એક ભેંસનું મોત નીપજ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post