રાજ્યના આ વિસ્તારોમાં થયો જળબંબાકાર, વીજળી પડવાથી એક ખેડૂત અને બે બળદના મોત -જુઓ લાઇવ દ્રશ્યો

Share post

સૌરાષ્ટ્રમાં આજે ત્રીજા દિવસે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીર પંથકમાં આજે વીજળીનાં કડાકા ભડાકાની સાથે અતિભારે વરસાદ ખાબક્યો હતો. અતિભારે વરસાદને કારણે ખેતરો પાણીથી ભરાઈ ગયાં છે. પાક નિષ્ફળ જવાનાં ભયથી ખેડૂતો ઘણાં ચિંતિત બન્યા છે. રાજુલામાં વીજળી પડી હતી. વીજળી પડ્યાનાં દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયાં છે.

વીજળીના કડાકા ભડાકાને કારણે લોકોમાં પણ ડરનો માહોલ જોવાં મળ્યો હતો. ખાંભામાં આવેલ ગોરાણા ગામનાં ખેતરમાં ખેતી કામ કરતાં કુલ 3 ખેડૂતો પર વીજળી પડી હતી. જેમાંથી 1 ખેડૂતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું તેમજ કુલ 2 ખેડૂતોને ઈજા પહોંચતા સારવાર અર્થે રાજુલામાં આવેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતક ખેડૂતનું નામ બાબુભાઈ હમીરભાઈ રામ (ઉંમર 30 વર્ષ) હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગીરગઢડા પંથકમાં આજે કુલ 2-3 ઈંચ વરસાદ પડ્યો છે. ગીર ગઢડામાં આવેલ જુડવડલી ગામમાં કુલ 3 ઈંચ, ધોકડવામાં કુલ 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.ખાંભામાં આવેલ પચચીયા, ધૂંધવાણી, કાંટાળા સહિત ઘણાં ગામોમાં અતિભારે વરસાદ પડતાં સ્થાનિક નદી-નાળા વરસાદનાં પાણીથી છલકાઈ ગયાં છે. બીજી બાજુ રાજુલામાં વરસાદ વિના કુલ 30 મિનિટ સુધી વીજળીના કડાકા ભડાકા થતાં લોકોમાં ભયનો માહોલ જોવાં મળ્યો હતો.

રાજુલામાં આવેલ ધારેશ્વર, વાવેરા, માંડરડી, આગરીયા સહિત ઘણાં ગામોમાં વરસાદ ખાબક્યો હતો.અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદને કારણે કપાસ, મગફળી, તલ, મગ, અડદ સહિત કેટલાંક પાકોને ખુબ જ નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો પણ ‘હવે મેઘરાજા ખમૈયા કરો’ એવું કહી રહ્યા છે. હાલમાં મોટાભાગનો કપાસનો પાક બળી ગયો છે તથા મગફળીનો પાક બળી જવાનાં આરે પહોંચી ગયો છે. ગઈકાલે ગીર જંગલમાં માત્ર 2 જ કલાકમાં કુલ 5 ઈંચ વરસાદ ખાબકતાં રાવલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.

અતિભારે વરસાદને કારણે ગીર ગઢડા તાલુકામાં આવેલ કુલ 6 ગામો સંપર્ક વિહોણા બની ગયાં છે.ખાંભામાં આવેલ માલકનેશ ગામમાં વીજળી પડવાંને કારણે કુલ 2 બળદના મોત થયા છે. માલકનેશ ગામમાં રહેતાં રામકુભાઈ વેગડ નામનાં ખેડૂતનાં કુલ 2 બળદના મોત થયા છે. વાડીમાં આવેલ મકાનમાં બંને બળદને બાંધ્યા હતા તેમજ વીજળી પડતા બંનેના મોત થયા હતા. ખેડૂતની આજીવિકા છિનવાઈ જતાં ખુબ જ નુકસાન થયુ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post