ગોંડલ સહીત સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં વરસાદનો કાળો કહેર- ઘેલા નદીમાં બાપ દીકરો તણાયા

Share post

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર રાજ્યની સાથે-સાથે સમગ્ર વિશ્વમાં પણ ચાલી રહી છે. આની સાથે જ થોડાં દિવસથી સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ પણ વરસી રહ્યો છે. હાલમાં અતિભારે વરસાદને લીધે ઘણીવાર લોકોને પાણીનાં ધસમસતાં પ્રવાહમાં તણાઈ જવાની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે એટલે કે બુધવારનાં રોજ સવારથી જ વરસાદી વાતાવરણ જોવાં મળી રહ્યું છે. સવારથી લઈને બપોર સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ વરસાદ વરસ્યો નથી પણ બપોર પછી અચાનક જ વાતાવરણમાં પલ્ટો જોવાં મળી રહ્યો છે. ગોંડલમાં ભારે પવનની સાથે જ અતિભારે વરસાદ વરસતાંની સાથે જ રોડ પર પણ પાણી ભરાઈ ગયાં હતાં.

વરસાદને લીધે વિઝીબિલિટીમાં ઘટાડો થતાં વાહનચાલકોને પણ ઘણી મુશ્કેલી પડી હતી. અતિભારે વરસાદથી ખેતરોમાં પણ પાણી દોડવાં લાગ્યા હતાં. જસદણ પંથકમાં ભારે પવન તથા ગાજવીજની સાથે અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અતિભારે વરસાદને કારણે ઘેલો નદી પણ હાલમ બેકાંઠે વહી રહી છે. આથી ઘેલો નદીમાં પણ પિતા-પુત્ર એમ કુલ 2 લોકો તણાઈ ગયાં છે.

ભાલ પંથકમાંથી પસાર થતી ઘેલો નદીમાં પણ અતિભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યું છે. બે કાંઠે વહી રહેલ ઘેલો નદીમાં પાળિયાદ તથા માઢિયાની વચ્ચે પિતા-પુત્ર તણાઈ જતાં સ્થાનિક તરવૈયાઓ તરત જ દોડી આવ્યા હતાં તેમજ બંનેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.

આ બંને પિતા-પુત્ર પાળિયાદ ગામનાં જ રહેવાસી છે. બંને ધસમસતાં પ્રવાહમાં નદીમાંથી રસ્તો પસાર કરી રહ્યા હતાં પણ નદીનાં ધસમસતા પ્રવાહમાં બંને ગરકાવ થઈ ગયા છે. હાલમાં તંત્ર દ્વારા બંનેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post