સૌરાષ્ટ્રના આ ગામોમાં જળબંબાકાર થતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી- ખેતરોમાં ઉભેલા પાકને થઇ શકે છે મોટું નુકશાન

Share post

સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વાતાવરણમાં પલ્ટો દેખાઈ રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ગીર ગઢડાના સનવાવ ગામે પણ ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. સનવાવ ગામને જોડતો બેઠો પુલ પાણીમાં ડૂબી ગયો છે. રૂપેણ નદીમાં પાણી આવક સતત વધી રહી છે. સવારથી વરસી રહેલા વરસાદના લીધે ખીલાવ ગામમાંથી પસાર થતો બેઠો પુલ પણ પાણીમાં ડૂબી ગયો છે. આથી વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો છે. બીજી તરફ જામનગર જિલ્લામાં પણ 24 કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ગીરગઢડાના જરગલી ગામે ભારે વરસાદથી આતુભાઈ ભાયાભાઈ વંશનું મકાન પડી ગયું છે. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

કોડીનારના બે ગામ બેટમાં ફેરવાયા
કોડીનારના આલીદર રોડ પર વિઠ્ઠલપુર ગામના બ્રિજ પર સાંગાવડી નદીનું આવી ગયું છે. 20 ફૂટ ઉંચા બ્રિજ પર પાણી પસાર થઇ રહ્યું છે. વિઠ્ઠલપુર ગામ હાલ બેટમાં ફેરવાયું છે. ગામમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. લોકોના ઘરોમાં પાણી આવી ગયા છે. આ ઉપરાંત કોડીનારનું ફાચરિયા ગામ પણ બેટમાં પરિણમ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાવલ ડેમ ઓવરફલો થતા ચાર દરવાજા એક એક ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે. રાવલ નદી નજીકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાવલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

જામનગર જિલ્લામાં પોણા ચાર ઇંચ વરસાદ
જામનગર જિલ્લામાં 24 કલાકમાં જામજોધપુર તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાકમાં જામનગર તાલુકાના વસઈ ગામે પોણા ચાર ઇંચ, ફલ્લામાં ઝાપટા, જામવંથલીમાં દોઢ ઈંચ, ધુતારપર ગામે અડધો ઈંચ અને જોડિયા તાલુકાના બાલંભામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ધ્રોલ તાલુકાના લતીપર અને લૈયારામાં પોણો અને અડધો ઇંચ વરસાદ, જ્યારે કાલાવડ તાલુકાના નિકાવા અને ખરેડીમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં સમાણામાં અડધો ઇંચ, શેઠવડાળામાં પણ અડધો ઇંચ, વાંસજાળિયામાં ત્રણ ઇંચ, ધુનડામાં બે ઇંચ અને પરડવા ગામમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. લાલપુર તાલુકાના મોટા ખાડબા ગામે ઝાપટા પડ્યા હતા.

શાહી નદીમાં પૂર આવતા બે ગામ સંપર્ક વિહોણા
ગીરમાં ધોધમાર વરસાદથી જામવાળા ગીરમાં આવેલા સીંગોડા ડેમના 5 દરવાજા ખુલ્લા કરાયા છે. આથી 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગીર ઉપરવાસમાં ભારે વરસાદથી શાહી નદીમાં પૂર આવ્યું છે. આથી નગડિયા અને વાજડી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ ફરી ઓવરફલો થવા પામ્યો છે. આથી 10 ગામને જોડતો બેઠો કોઝવે પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રૂપેણ, સાંગાવાડી, રાવલ અને મછુન્દ્રી તમામ નદીઓ ફૂલ વહી રહી છે.

ભાવનગરમાં ધીમીધારે વરસાદ, શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા
સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ભાવનગર સહિત જિલ્લામાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે પાલિતાણામાં 7, વલ્લભીપુરમાં 4, ઉમરાળા 3, ભાવનગરમાં 2, ઘોઘામાં 2 અને જેસરમાં 2 મિમિ વરસાદ નોધાયો છે. જ્યારે તળાજામાં વરસાદી છુટા છવાયા ઝાપટાં વરસ્યા હતા. ગારીયાધાર, મહુવા અને સિહોરમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર, પાલિતાણા અને ગારિયાધાર સહિતનો પાણી પ્રશ્ન ઉકલી ગયો છે અને સાથોસાથ પુરતા પ્રમાણમાં શેત્રુંજી ડેમમાંથી પાણી મળવાનાકારણે વિપુલ પ્રમાણમાં ખેત ઉત્પાદન થશે. જેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી છે. શેત્રુંજી ડેમ છેલ્લા 4 દિવસથી ઓવરફલો થઈ રહ્યો છે. ડેમની ઉપવાસમાં વરસાદના પગલે આજે સવારથી ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીની 2030 ક્યુસેક આવક-જાવક શરૂ છે.

ગીર ગઢડાની સાંગાવાડી નદીમાં ઘોડાપૂર
ગીર ગઢડાના હરમડિયા ગામની સાંગાવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આથી હરમડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે સાંગાવાડી નદીમાં ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જો હજુ ઉપરવાસ જંગલ વિસ્તારમાં વધુ વરસાદ થાય તો નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવી સ્થળાંતર કરાવવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. કોડીનારમાં 2 અને ઉનામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટના સરધાર અને ગોંડલમાં જળ બંબાકાર
રાજકોટ તાલુકાના સરધાર ગામે ધોધમાર વરસાદ ચાલુ થયો છે. રાજકોટ-ભાવનગર હાઈવે પર ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ પવન સાથે સરધારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને રસ્તા પાણી પાણી થઇ ગયા છે. ગોંડલના પાટિયાળી પાસે આવેલા મોતીસર ડેમના 2 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. મોતીસર ડેમના 2 દરવાજા 10 ડીગ્રી ખોલવામાં આવ્યા છે. 470 ક્યુસેક પાણીની આવક સામે 470 ક્યુસેક પાણીની જાવક છે. આથી નીચાણવાળા 3 ગામો પાટિયાળી, હડમતાળા અને કોલીથડને એલર્ટ કરવામાં આવ્યા છે. ગોંડલમાં ધોધમાર વરસાદ ચાલુ થયો છે. સવારથી વાદળછાયાં વાતાવરણ બાદ હમણાં વરસાદ શરૂ થયો છે.  શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post