તારીખ 29, 30ના રોજ ક્યા અને કેવો થશે વરસાદ- અંબાલાલ પટેલે આપી મહત્વની જાણકારી

Share post

રાજ્યમાં ઘણા દિવસ થી વરસાદ પડી રહ્યો હતો પરંતુ હવે 2 દિવસથી વરસાદનું પ્રમાણ ઓછુ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 29 અને 30 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં 29 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે 30 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલમાં રાજ્યમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયા વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી આગામી 29 અને 30 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વેલમાર્ક લૉ પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ફરી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે.

29 ઓગસ્ટના રોજ  આ વિસ્તારોમાં પડશે વરસાદ
અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, 29 ઓગસ્ટના રોજ તાપી, દાદરાનગર હવેલી મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, નવસારી, વલસાડ માં વરસાદ પડી શકે છે.

30 ઓગસ્ટના રોજ  આ વિસ્તારોમાં પડશે વરસાદ
અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, 30 ઓગસ્ટના રોજ મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર માં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવ્યું છે કે, આવતા મહીને એટલે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો ઘટાડો થઇ શકે છે. રાજ્યમાં આ વર્ષે ખુબ સારો વરસાદ થઇ ચુક્યો છે, અને આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકશાન થયું છે. ખેતરોમાં ઉભા પાકો નાશ પામ્યા છે. અને ખેડૂતોની ચિંતામાં પણ ઘણો વધારો થયો છે. પરંતુ હાલ હવામાન વિભાગે ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. અને આવનારા મહિનામાં વરસાદનો અંત આવી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post