7.5 લાખ રૂપિયા પ્રતિ કિલોની કિંમતમાં વેચાય છે આ દ્રાક્ષ, લોકો બેંક માંથી લોન લઈને ખરીદી રહ્યા છે આ…

Share post

તમામ લોકોએ એકવખત તો દ્રાક્ષ ખાધી જ હશે પરંતુ શું તમે ક્યારેય એવી દ્રાક્ષ વિશે સાંભળ્યું છે કે, જેની કિંમત લાખો રૂપિયા હોય? આજે અમે આપને એવી દ્રાક્ષ વિશે જણાવવાં માટે જઈ રહ્યાં છીએ. જેને રૂબી રોમન દ્રાક્ષ કહેવામાં આવે છે. એમ કહેવા માટે કે, આ દ્રાક્ષ સામાન્ય દ્રાક્ષથી બહુ અલગ નથી પરંતુ એમાં કેટલીક એવી ખાસિયતો રહેલી છે કે, જેને જાણીને આશ્ચર્ય થશે. દ્રાક્ષ કહેવું કેરીના ફળ જેવું છે પરંતુ જો દ્રાક્ષની એક લૂમ કુલ 7.5 લાખ રૂપિયામાં વેચાય છે, તો તે ચોક્કસ જુદું હશે. જાપાનમાં આ દ્રાક્ષને રૂબી રોમન તરીકે ઓળખવામાં આવે છે. તે સ્વાદમાં ખૂબ મીઠી અને રસદાર હોય છે.

રૂબી રોમન દ્રાક્ષ શા માટે આટલી મોંઘી છે..?

હકીકતમાં, રૂબી રોમનને દુનિયાના સૌથી વૈભવી ફળમાં શામેલ કરવામાં આવી છે. આ દ્રાક્ષની ખરીદી કરવી એ સામન્ય વ્યક્તિની માટે સંભવ જ નથી. દ્રાક્ષની આ જાત વિશે તમે પહેલાં ક્યારેય પણ નહી સાંભળ્યું હોય. ખાસ પ્રસંગો દરમિયાન અથવા તો જાપાનમાં વ્યવસાયને પ્રોત્સાહન આપવા દરમિયાન આ દ્રાક્ષની ભેટ આપવાનો રિવાજ રહેલો છે.

આ દ્રાક્ષને આટલા ઊંચા ભાવે વેચવાનું કારણ એ છે કે, એની માંગ ઘણી વધારે છે. તે જાપાનમાં સરળતાથી મળતી નથી. છેલ્લે રૂબી રોમન દ્રાક્ષને એક જાપાનની કંપની હાયકુરાકુસોએ ખરીદી હતી. આ ખાસ પ્રજાતિના દ્રાક્ષનું વજન અંદાજે 20 ગ્રામ છે. એની લુમમાં અંદાજે 24 દ્રાક્ષ હોય છે. કારણ કે, રૂબી રોમન એકદમ ખર્ચાળ છે અને તેથી તે ધનિક લોકોના ફળ તરીકે ઓળખાય છે.

દ્રાક્ષની આ વિશેષ પ્રજાતિનો વિકાસ ઇશિકાવા પ્રાંતની સરકારે કુલ 12 વર્ષ અગાઉ કર્યો હતો. ગયા વર્ષે દ્રાક્ષ ઉગાડતી એજન્સીએ સપ્ટેમ્બર માસ સુધીમાં રૂબી રોમન દ્રાક્ષની કુલ 26,000 લુમનો નિકાસ કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ દ્રાક્ષને ખરીદવાં માટે પણ તમારે કદાચ બેન્કમાંથી લોન લેવી પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post