શું તમે પણ મોટા શરીરથી કંટાળી ગયા છો ? તો ચાલુ કરો આ ઘરેલું ઉપાય. થોડા દિવસોમાં જ દેખાશે…

આજના સમયમાં દર 10 માંથી ત્રણ વ્યક્તિ જાડાપણાથી પરેશાન છે. જેમાંથી છૂટવા માટે જીમનો સહારો લે છે. તેના સિવાય સખત ડાયટની સાથે સાથે ઘણી પ્રકારની દવાઓ પણ લે છે, પરંતુ તેના બાદમાં બહુજ સાઈડ ઈફેક્ટ હોય છે. જાડાપણું ઘટાડવા માટે વર્કઆઉટની સાથે સાથે હેલ્ધી ડાયટ પણ બહુજ જરૂરી છે. એટલા માટે જ તમને કેટલાંક એવાં ફ્રૂટ્સ વિશે જણાવવાનાં છીએ. જેનાથી તમે જલ્દીથી વજન ઘટાડી શકો.
તડબૂચ
તડબૂચમાં ઓછી કેલેરીની સાથે સાથે વધુ માત્રામાં ફાઈબર, પોટેશિયમ, આયરન અને વિટામિન-એ, સી તેમજ બી ભરપુર હોય છે. જે શરીરમાંથી વિષાક તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તડબૂચમાં ભરપુર માત્રામાં પાણી હોય છે. જે શરીરમાં પાણીની કમીને ઘટાડવાની સાથે સાથે પાચન તંત્રને પણ ઠીક રાખે છે.
સફરજન
રોજ સવારે એક સફરજન ખાઓ અને બીમારીઓને દૂર રાખો, જે 100 ટકા સાચુ છે. તેમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ, ફ્લેનેનોડ્સ અને ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. જ્યારે કેલેરી ઓછી માત્રામાં હોવાથી તમને વજન ઘટાડવામાં ઘણું મદદ કરે છે.
બેરીઝ
બેરીઝ ઘણા પ્રકારનાં હોય છે. તેમાં રાસબેરી, સ્ટ્રોબેરી, ક્રેનબેરી, ગોઝીબેરી અને અકાઈબેરી હોય છે. જેમાં ઓછી માત્રામાં કેલેરી હોય છે. તેમાં વિટામીન સી હોય છે જે શરીરમાંથી ફૅટને તેજીથી બર્ન કરવામાં મદદ કરે છે.
કેળા
વધુ માત્રામાં લોકો એવું વિચારે છેકે, કેળાનું સેવન કરવાથી વજન વધે છે. પરંતુ તમને જણાવી દઈએકે, કેળા ખાવાથી શરીરમાં ફૅટ પણ ઘટે છે. કેળામાં વિટામીન સી, વિટામીન બી6, મેંગનીઝ, બાયોટિન, પોટેશિયમ અને ફાઈબર હોય છે. આ બધા જ પોષક તત્વો શરીર માટે જરૂરી હોય છે. કેળામાં વધુ માત્રામાં ફાઈબર હોય છે. જે પેટને સ્વસ્થ રાખે છે. અને મેટાબોલિઝમ મજબૂત રાખે છે. ધ્યાન રાખવું કે, કેલેરી ઈનટેક ટાર્ગેટ કેટલો છે અને તેની સીમામાં રહીને કેળા ખાવા જોઈએ. એવું કરવાથી કેળાં તમારુ વજન વધારશે નહી, જ્યારે ઘટાડવામાં મદદ કરશે.
કીવી
કીવી ઘણા પોષકતત્વોથી ભરપુર છે. જે શરીરને સ્વસ્થ રાખે છે અને સાથે સાથે વજન ઘટાડવામાં મદદ કરે છે. કીવીમાં વીટામીન સી, વિટામિન કે, ફોલેટ, પોટેશિયમ તેમજ વિટામીન ઈ ભરપુર માત્રામાં હોય છે. તેની સાથે જ તેમાં કેલેરી બહુજ ઓછી માત્રામાં હોય છે. જેનાંથી સરળતાથી વજન ઘટાડી શકાય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…