કોરોનાને આમંત્રણ આપી રહી છે ભોજનમાં ઉમેરવામાં આવતી આ એક વસ્તુ- તમે તો નથી નાખતા ને!!

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીથી બચવા માટે આ[પણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ એ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે આવાં સમયમાં ખાણીપીણીનું ધ્યાન પણ રાખવું પડતું હોય છે. અમુક ચીજવસ્તુને ખાવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો પણ થતો હોય છે.

શરીરને રોગથી સુરક્ષિત રાખવાં માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી એ ખૂબ જ મહત્વનું છે. આ રીતે, ખોરાકમાં યોગ્ય વસ્તુને ખાવી એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીંતર શરીરની સિસ્ટમ બગડી પણ શકે છે. સંશોધનકારોનાં જણાવ્યા પ્રમાણે, ખોરાકમાં મીઠાનાં ઉપયોગથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પણ પડે છે.

આને લીધે રોગોની સામે લડવાની શરીરની શક્તિ પણ ઓછી થવા લાગે છે. આવાં કિસ્સામાં, આ બાબતે ઘણું સંશોધન પણ કરવામાં આવ્યું હતું. તો આવો જાણીએ આ સંશોધનને વિશે…ઉંદરોનું એક જૂથ સંશોધનકારો દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું. સંશોધનકારોએ ઉંદરનાં ખોરાકમાં વધુ માત્રામાં મીઠું ઉમેર્યું હતું. એમને ખાવા માટે આપ્યું હતું.

આવી સ્થિતિમાં ઉંદરો શરીરમાં વધુ પડતાં મીઠાને કારણે ગંભીર બેક્ટેરિયાનાં ચેપનો શિકાર બન્યા હતાં. આ બાબતે જર્મનીની બોન યુનિવર્સિટીનાં સંશોધનકર્તા ક્રિશ્ચિયન કુર્ટ્સ જણાવતાં કહે છે, કે આ સંશોધનથી સાબિત થાય છે કે શરીરને જ્યારે વધુ માત્રામાં મીઠું મળે છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી થવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

આ સંશોધન ઘણાં સ્વયંસેવકોએ WHO દ્રારા પણ ભાગ લીધો હતો. આ તમામ લોકોએ ઘણાં દિવસો સુધી સતત એમનાં ખોરાકમાં કુલ 6 ગ્રામ વધુ માત્રામાં મીઠાનો ઉપયોગ કર્યો હતો. આવી સ્થિતિમાં, એમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હોવાનું જણાયું હતું. એક અધ્યયન પ્રમાણે આ માત્રામાં મીઠું  ફ્રેન્ચ ફ્રાઈસના બે ભાગો સમાન જ ગણી શકાય.

એ જ સમયે કુર્તાસ પ્રમાણે એમણે આ તમામ લોકોનાં અંદાજે એક અઠવાડિયા બાદ લોહીનો નમુનો પણ લીધો હતો તેમજ શ્વેત રક્તકણોનું પરીક્ષણ પણ કર્યું હતું. આની ઉપરાંત, તેઓએ શોધી કાઢ્યું કે વધુ પડતી માત્રામાં મીઠાનું સેવન કરવાથી શરીરમાં બેક્ટેરિયાનાં ફેલાવાને લીધે રોગપ્રતિકારક કોષો બગડવાની તેમજ નબળા પણ થવા લાગે છે.

સંશોધનકારોનાં મત પ્રમાણે આ અભ્યાસનાં પરિણામો આશ્ચર્યજનક હોવાનું પણ જાણવા મળ્યું છે. સંશોધનકારોનાં જણાવ્યા પ્રમાણે પ્રતિરક્ષા પણ નબળી જોવા મળી હતી. પણ પાછળથી આ અભ્યાસનાં મુખ્ય લેખક કતારઝિયન ઝોબિને અહેવાલ આપ્યો છે, કે આ અભ્યાસની સાથે તેમણે ઉંદરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાની સાથે જ લિસ્ટેરિયા સંક્રમણ પણ જોવા મળ્યા હતાં. એમનાં જણાવ્યા પ્રમાણે ઉંદરો કે જેમાં તેઓએ મીઠું વધુ પ્રમાણમાં આપ્યું હતું.

તે ઉંદરોનાં બરોળ તથા લીવરમાં કુલ 100-1000 જંતુઓનો જન્મ થયો હતો.આવી સ્થિતિમાં સ્ટડી પ્રમાણે એ ધ્યાન રાખવાની જરૂર છે કે વધુ માત્રામાં મીઠાનું સેવન કરવાંથી રોગપ્રતિકારક શક્તિ નબળાઇ તેમજ બગડવાની સમસ્યા પણ થઈ શકે છે. આની સાથે, WHO નાં મત પ્રમાણે વ્યક્તિએ કુલ 5 ગ્રામ બરાબર મીઠાનું સેવન કરવું જોઈએ એટલે કે 1 દિવસમાં માત્ર 1 જ ચમચી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post