દરરોજ ઘરમાં આવી રીતે પોતા મારવાથી થાય છે અઢળક ફાયદાઓ- આવા ફાયદા વિષે તમે ક્યારેય નહિ વિચાર્યું હોય!

Share post

ઘણી મહિલાઓ ફરિયાદ કરતી હતી, કે લોકડાઉનના આવાં દિવસોમાં મૂડ ખરાબ જ રહે છે. કશું મઝા જ નથી આવતી. કંટાળો આવે છે, તથા કોઈ કામ કરવામાં મન પણ નથી લાગી રહ્યું. સાચી વાત તો એ છે, કે તમે લોકડાઉનને લીધે દરરોજ જે દોડાદોડી કરતા હતા એને લીધે શરીરને પણ જે વ્યાયામ મળતો હતો, એ પણ હવે નથી મળતો જેનાંથી કંટાળો આવી રહ્યો છે.

ઘણી મહિલાઓને ઘરમાં કામ કરનાર માણસ ન આવવાથી બધું જાતે જ કરવું પડે છે, એનો પણ કંટાળો આવે છે. આમ, તો લોકડાઉન હોવાથી તમામ બહેનો પોતાના ઘરમાં ઝાડુ તેમજ પોતું લગાવવાનું કામ પણ જાતે જ કરતી હતી. હવે જ્યારથી લોકડાઉન ખૂલ્યું છે, તો પણ જે રીતે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, એને જોતાં જ બહેનોએ દોઢ-બે મહિના હજુ કામવાળીને ન બોલાવવાનું પણ નક્કી કર્યું છે.

આરોગ્ય વિશેષજ્ઞોનો વિચાર છે, કે જે મહિલા ઘરકામ જાતે જ કરે છે, એમને પણ કોરોનાનો ચેપ લાગવાનો ભય ઓછો થઈ જાય છે. કામવાળી ઘરમાં ન આવવાને લીધે જોખમ તો ઘટે જ છે, તેની સાથેસાથે જ રોગ પ્રતિકારકશક્તિ વધવાને લીધે પણ કોઈપણ બીમારીનો ચેપ લાગવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે. બેસીને પોતું લગાવવાથી પણ સમગ્ર શરીરનો વ્યાયામ થઈ જાય છે,

જે આરોગ્યને પણ વધારે મજબૂત બનાવે છે. ઊભા ઊભા પોતું લગાવવાથી પણ શરીરના ઉપરના ભાગ તથા ખભા અને હાથ-પગની પણ કસરત થઈ જાય છે. ત્યારબાદ ફક્ત કમર તેમજ ગોઠણને સ્વસ્થ રાખવાની કસરતો જ કરવાની રહે છે.  ઘરકામ જાતે જ કરવાનું, કે જેનાંથી કોરોના પણ નાબૂદ થઈ જાય એ બાદ પણ ચાલુ જ રાખવું જોઈએ.

સમગ્ર ઘરની ફર્શ પર ઝાડુ તેમજ પોતું મારવાથી એરોબિક કસરત કરવા જેટલો જ લાભ થાય છે, કારણ, કે એમાં સમગ્ર શરીરના સ્નાયુઓને પણ કસરત મળે છે. જો, સફાઈકામમાં 1 કલાક ફાળવો તો આપનાં શરીરમાંથી કુલ 150-250 જેટલી કેલરી બર્ન પણ થઈ જશે. એને લીધે શરીર પર ચરબી જામી હશે તો તે પણ ઊતરી જશે તેમજ ફરીથી કયારેય જામશે પણ નહીં.

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના નિષ્ણાતોએ કરેલ સંશોધનમાં જાણવા મળ્યું હતું, કે જો મનથી, ઘરની સાફ-સફાઈ કરવાનો વિચાર રાખીને કુલ 20-25 મિનિટ પણ કચરું-પોતું કરવામાં આવે તો મનમાં ખૂબ જ રાહતની લાગણીનો અનુભવ થશે. બેઠેલુ જીવનને લીધે ઘણીવાર મૂડ ખરાબ થવાની સમસ્યામાં ધીમેધીમે ઘટાડો થઈ જશે.

ઘરની સફાઈનું કામ કરવાથી આપના પોતાના શરીરના જ સ્નાયુઓ વધુ મજબૂત બનશે, રોગપ્રતિકારક શક્તિ પણ વધુ મજબૂત બનશે તથા મનમાં પણ હળવાશ રહેવાથી આપનું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરી જશે. મન હળવાશ રહે તો શરીરની તમામ ક્રિયા આસાનીથી જ ચાલવા લાગે તેમજ નાની-મોટી સમસ્યાઓ પણ નાબૂદ થવા લાગે છે. આમ, આપનું સમગ્ર આરોગ્ય જ સુધરી જશે. આની સાથે જ ઘરમાં ચોકસાઈ રહેવાથી ઘરના બીજા સભ્યો પણ વધુ સ્વસ્થ રહેશે. ઘર ચોખ્ખું હોય તો નાની-મોટી બીમારી પણ ઘરના લોકોને થશે નહીં.

દા.ત. જો, આપની આંખોમાંથી પાણી નીકળતું હોય તો પણ એ ઘરની સફાઈથી એ મટી પણ જશે અને ફરી થશે પણ નહીં. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધન મુજબ ઘરના બેડરૂમ તેમજ લિવિંગ એરિયામાં પણ રોજ કચરું-પોતું કરે તો ફર્શ ઉપર તથા પગલૂછણિયા વગેરેની નીચે પણ જૂની ધૂળ ન રહી જાય. આ ધૂળમાં જન્મનાર જૂ પ્રકારની જીવાતનો મળ શરીરના સંપર્કમાં આવે તો એલર્જીને લીધે નાક તેમજ આંખમાંથી પણ પાણી નીકળવા માંડે છે.

ઘર ચોખ્ખું રહે તો ઘરની હવા પણ ચોખ્ખી જ રહેશે. તેનાંથી દમના દર્દીને પણ ખૂબ જ રાહત મળે છે. આપ કચરું-પોતું કરો તો ઘરની ફર્શ પર પાથરેલ કાર્પેટ વગેરેને ઉપાડીને પણ ફર્શ સ્વચ્છ કરવું એ જરૂરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…