જમવામાં બનાવો મગની દાળના પરાઠા- થશે રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને અઢળક ફાયદાઓ

Share post

ફણગાવેલા મગ ખાવા અમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તે આપણા શરીરમાં વિટામિન્સ અને પ્રોટીનને ઉણપને પુરી પાડે છે. મગની દાળમાં ભરપૂરમાત્રામાં પ્રોટીન, વિટામિન્સ સાથે-સાથે મિનરલ્સ રહેલા હોય છે. તેમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ ખૂબ ઓછી હોય છે. ચાલો આપણે બનાવીએ મગની દાળના સ્પ્રાઉટ્સના પરાઠા.

સામગ્રી

1 કપ ઘઉંનો લોટ

1 કપ ફણગાવેલા મગ

3-4 ટેબલ સ્પૂન તેલ

1 ચપટી હિંગ

1ટી સ્પૂન જીરું

1 નાની ચમચી આદુક બારીક ઝીણેલું

½ ટી સ્પૂન લાલ મરચું

લીલા ધાણા સમારેલા

½ ટી સ્પૂન ધાણા પાવડર

મીઠું સ્વાદનુસાર

બનાવવાની રીત

પહેલાં આપણે ફગાવેલા મગની દાળને વાટી લો. લોટમાં દાળ, હીંગ, જીરું, આદું, લાલ મરચું, ધાણા અને મીઠું વગેરે મસાલા નાખીને લોટ બાંધી લો. હવે તેને 15 મિનિટ માટે મુકી દો. જેથી પરાઠા નરમ બનશે. પરાઠાને વણીને બંને તરફ શેકી લો. ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પરાઠા બનીને તૈયાર છે. ગરમા ગરમ પરાઠા સોસ, ચટણી, અથવા સબજી સાથે સર્વ કરો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…