મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી છોડી આ યુવાને શરુ કરી ઓર્ગેનિક જામફળની ખેતી, થોડા જ સમયમાં થઇ વિસ્ફોટક કમાણી

Share post

મહારાષ્ટ્રમાં આવેલ સાંગલી જિલ્લામાં આવેલ અંકલખોપ ગામના વતની શીતલ સૂર્યવંશી MBA કર્યા બાદ એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરી રહ્યાં હતા. લાખોની સેલેરી હતી. કુલ 6 વર્ષ સુધી એમને વિવિધ પોસ્ટ પર કામ કર્યું પરંતુ વર્ષ 2015માં એમણે નોકરી છોડીને ઓર્ગેનિક જામફળની ખેતીનો બિઝનેસની શરૂઆત કરી. હાલમાં રોજ કુલ 4 ટન જામફળ એમનાં બગીચામાંથી નીકળે છે.

મુંબઈ, પૂણે સહિત અન્ય શહેરોમાં તેઓ જામફળ મોકલી રહ્યાં છે. એક સિઝનમાં કુલ 12 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે. માત્ર 34 વર્ષના શીતલનાં પિતા ખેડૂત છે. બે બાઈ નોકરી કરી રહ્યાં છે, એક ડોક્ટર તથા બીજો આર્કિટેક્ટ છે. શીતલ જણાવતાં કહે છે કે, જ્યારે નોકરી છોડીને ખેતી કરવાનો નિર્ણય કર્યો તો પરિવારે વિરોધ કર્યો એમનું કહેવું હતું કે, આવી સારી નોકરી છોડીને ખેતી કરવાં કેમ માંગો છો, ખેતીમાં નફો કેટલો છે..?

તેમણે જણાવતાં કહ્યું કે, અમે જ્યાં રહીએ છીએ ત્યાનાં ઘણાં ખેડૂતો શેરડીની ખેતી કરી રહ્યાં છે. મારા પિતા પણ શેરડીની ખેતી કરતાં હતાં પરંતુ એમાં વધુ નફો થતો ન હતો. આની સાથે જ સમય પણ વધારે લાગતો હતો. એક પાક તૈયાર થવામાં કુલ 15-16 મહિના લાગી જતા હતાં. આની સાથે જ ફેક્ટરીમાં વેચ્યા બાદ પૈસા મોડેથી ખાતાંમાં આવતા હતા.

શીતલે જણાવતાં કહ્યું હતું કે, જ્યારે મેં મારા પિતાને જામફળની ખેતી વિશે જણાવ્યું તો એમને ના પાડી દીધી. તેઓ ઈચ્છતા હતાં કે, શેરડીની જગ્યાએ આપણે કોઈ અન્ય પાક વાવવો જોઈએ. તે જોખમ ખેડવા તૈયાર ન હતા. ત્યારપછી મેં એમને સમજાવ્યા તથા કુલ 2 એકર જમીન પર જામફળ વાવવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ હું વિવિધ શહેરમાં ગયો. ત્યાં જામફળના માર્કેટ, ક્યાં કેટલી માંગ રહેલી છે તથા ત્યાં સુધી પહોંચવાનો માર્ગ શું હશે, માટી કેવી હોવી જોઈએ, પ્લાન્ટની કઈ જાતિ યોગ્ય રહેશે, આ બધી ચીજો અંગે થોડા દિવસ રિસર્ચ કર્યું.

એમણે જણાવતા કહ્યું હતું કે, ઓગસ્ટ વર્ષ 2015માં કુલ 2 પ્રકારના જામફળની ખેતી કરી હતી. એક લલિત તથા બીજી કિસ્મ જી વિલાસની. પહેલા વર્ષે જ કુલ 20 ટનનું ઉત્પાદન થયું હતું. કુલ 3-4 લાખ રૂપિયાની આવક થઈ હતી. આનાથી અમારું મનોબળ વધ્યું તથા આગામી સિઝનથી અમે વધારે જમીન પર જામફળ વાવવાની યોજના બનાવી. શીતલે જણાવતાં કહ્યું હતું કે, શેરડીની ખેતીમાં ટાઈમ વધુ લાગતો હતો.

આની સાથે જ પાણી વધુ આપવું પડતું હતું. દર વર્ષે ખેતી કરવાની જરૂર પડે છે પરંતુ જામફળની ખેતીમાં આવું થતું નથી, એકવાર પ્લાન્ટ લગાડી દીધો કુલ 10-12 વર્ષની રજા પડી ગઈ. એનાથી દર વર્ષે પ્લાન્ટેશનમાં થતો ખર્ચ બચી જાય છે. શીતલે જણાવતા કહ્યું હતું કે, ગત વર્ષે પૂર આવ્યું હતું ત્યારે અમને નુકસાન થયું હતું. આ વખતે જ્યારે કોરોનાને લીધે લોકડાઉન થયું તો વધુ નુકસાન થયું હતું. કુલ 4-5 ટન જામફળ પાકીને સડી ગયા હતા, એને અમે માર્કેટમાં લઈ જઈ શક્યા ન હતા પણ હવે જુલાઈ માસ  બાદ પરીસ્થિતિ સામાન્ય થઈ રહી છે તેમજ ધીમે ધીમે બધુ પાટા પર આવી રહ્યું છે. હવે માર્કેટમાં ફરી જામફળની સપ્લાઈ કરી રહ્યા છીએ.

ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરશો :
શીતલે જણાવતાં કહ્યું હતું કે, ઓર્ગેનિક જામફળની ખેતીની શરૂઆત કરતા પહેલા તપાસની જરૂર રહેલી છે. આપને જ્યાં ખેતી કરવાની છે ત્યાં નાંમાર્કેટ, માંગ તથા ટ્રાન્સપોર્ટેશન વિશે જાણકારી હોવી જોઈએ. આની સાથે આપણે જે જમીન પર ખેતીની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ એ ઓછા પાણીવાળી હોવી જોઈએ. અમે કેમિકલ ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી જમીનની ઉપજાઉ શક્તિમાં પણ વધારો થાય છે. કુલ 2 છોડની વચ્ચે કુલ 9/6 ફુટનું અંતર રાખવું જોઈએ. જુલાઈ મહિનાથી સપ્ટેમ્બરના મહિનામાં છોડ વાવવામાં આવે છે.

એક છોડ તૈયાર થવામાં કેટલો સમય લાગે છે ?
સારા જાતિના જામફળ માત્ર 1 વર્ષમાં તૈયાર થઈ જાય છે. પહેલા જ વર્ષમાં માત્ર એક છોડમાંથી કુલ 6-7 કિલો સુધી જામફળ નીકળે છે. એનાથી થોડા સમય બાદ કુલ 10-12 કિલો સુધીનું ઉત્પાદન થવા લાગે છે.

શું-શું સાવધાની જરૂરી છે ?
શીતલ જણાવતાં કહે છે કે, જામફળની ખેતી માટે યોગ્ય સમય તથા યોગ્ય માટી હોવી જરૂરી છે. આપણે ઓછા પાણીવાળી માટી પર એનું પ્લાન્ટિંગ કરવું જોઈએ. જેની પર ક્લાઈમેટ તથા વરસાદની સૌથી વધારે અસર થાય છે, જેના માટે પહેલાથી જ તૈયારી કરવી જરૂરી છે. વધુ પ્રોડક્શન માટે ઘણીવાર લોકો કેમિકલ ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરવા લાગે છે. આપણે આવું કરવાથી બચવું જોઈએ. એનાથી પ્લાન્ટને ખુબ નુકસાન થાય જ છે . આની સાથે જ આપણી જમીનના સ્વાસ્થ્ય માટે પણ તે સારું હોતું નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

 


Share post