ખેડૂતપુત્રએ અમેરિકામાં નોંકરી છોડી ગામમાં ખોલી ડેરી- અત્યારે 15 લાખની કરે છે ચોખ્ખી કમાણી

Share post

જો વ્યક્તિ મનથી મજબુત હોય તો દુનિયાનું ધાર્યું કામ કરી શકે છે, અને જો મનથી જ નબળા હોય તો સાદું કામ પણ નથી કરી શકતા. આવો જ એક દાખલો અહિયાં બન્યો છે. ભારતના ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રહેતો શરદ ગંગવાર નામનો વ્યક્તિ વિશ્વની સૌથી મોટી મહાસતા ગણાતા અમેરિકામાં નોકરી કરતો હતો. ફક્ત નોકરી જ નહિ પણ સારી કમાણી પણ કરતો હતો. પરંતુ તેણે ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો અને પોતાના વતનમાં ડેરી ખોલી. તેણે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને સાથે MBA પણ કર્યું હતું. અમેરિકામાં નોકરી છોડી ભારતમાં પરત ફરી તેણે એક ડેરી ખોલવાનો નિર્ણય કર્યો.

શરદ ગંગવાર છેલ્લા પાંચ વર્ષથી પોતાના વતનમાં ડેરીનું કામ કરી રહ્યો છે. શરદ ગંગવાર પોતાની ડેરીમાં ઓર્ગેનિક દૂધની પ્રોડક્ટ બનાવી રહ્યો છે. સાથે-સાથે ગૌમૂત્ર અને છાણમાંથી જૈવિક ખાતર પણ બનાવે છે. શરદ ગંગવારનું વર્ષનું રેવન્યૂ 15 લાખ રૂપિયા છે. શરદ ગંગવાર જણાવતા કહે છે કે, પાંચ વર્ષ પહેલા માત્ર બે ગાયથી શરૂઆત કરી હતી. ત્યારબાદ ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો. પરંતુ મેં થોડી પણ હિંમત હારી ન હતી. શરદ ગંગવારે NDIR કરનાલથી ડેરી શોર્ટ ટર્મ કોર્સ કર્યો હતો. આજે તેની પાસે 70 જેટલા પશુઓ છે. અને તેમની સારસંભાળ કરી રહ્યો છે.

શરદ ગંગવાર જણાવતા કહે છે કે, કોઈપણ કામની શરૂઆત પહેલા તેની ટ્રેનિંગ અને જાણકારી જરૂરી છે. કેટલાય અનુભવી લોકોને મળવું જોઈએ. જેઓ પહેલેથી જ આ કામ કરી રહ્યા છે તેની સાથે બેસીને કામના દરેક પાસાને સમજવા જોઈએ અને તે અંગે યોગ્ય નિર્ણય પણ કરવા જોઈએ. આ સાથે કામ કરવા માટે મજબુત ઈચ્છા શક્તિ હોવી જોઈએ. જો આવો કોન્ફીડન્સ હોય તો કોઈ પણ વ્યક્તિ અસફળ થઇ શકે નહિ.

શરદ ગંગવાર જણાવતા કહે છે કે, MBA ડીગ્રી પછી નોકરી કરવાની ઈચ્છા હતી એટલે અમેરિકા જતો રહ્યો હતો. અમેરિકામાં જઈને મે 8 વર્ષ નોકરી કરી હતી. અમેરિકામાં નોંકરી દરમિયાન સારું પેકેજ પણ મળતું હતું. પરંતુ ત્યાના ભાગદોડ ભર્યા જીવનમાં શાંતિ ન હતી. આ કારણોસર મેં નક્કી કર્યું કે પોતાના દેશમાં પરત ફરવું અને કંઈક એવું કરવું કે નોકરી કરવાની જરૂર ન પડે.

શરદ ગંગવાર ખેડૂત પરીવારમાંથી છે. તેનો શરૂઆતથી જ દૂધ ઉત્પાદન સાથે લગાવ હતો. એટલા માટે નોકરી છોડ્યા પછી ડેરી શરૂ કરી. ત્યાર પછી કો-ઓપરેટિવ સોસાયટી બનાવી. તેમા લોકો જોડાતા ગયા. તે કહે છે કે જો આપણે કામ સારું કરીએ તો બજાર શોધવાની જરૂર પડતી નથી. બજાર જાતે ચાલીને આપણી પાસે આવે છે.  ડેરી સાથે શરદે બકરી પાલનનું કામ શરૂ કર્યું છે. બકરી પાલનનું કામ શરૂ કર્યું છે. બકરીઓને સમજવા માટે તેણે CIRG મથુરામાં ટ્રેનિંગ લીધી. શદર કહે છે કે તે ડેરીની બીજી પ્રોડક્ટ પણ લોન્ચ કરશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post