September 25, 2020

ખેડૂતોના હિત માટે આ ખેડૂત ભાઈએ પોતાના ખેતરને બનાવી દીધી યુનિવર્સીટી, દરેક ખેડૂતોને આપી રહ્યા છે મફતમાં તાલીમ

Share post

કૃષિ પ્રધાન ગુજરાત રાજ્યમાં ખેડૂતો અન્યની માટે ખરા અર્થમાં જીવે છે, ત્યાં સુધી આ દેશની માટે ખેડૂતોની ખરી આશા જીવી રહી છે. ભાવનગરમાં આવેલ ગઢડા તાલુકાનાં માલપરા ગામમાં 67 વર્ષીય હિરજીભાઈ ભીખાભાઈ ભીંગરાડિયાએ પોતાની કુલ 16 હેક્ટર જમીનને મોડેલ ફાર્મમાં બદલીને આજુબાજુનાં ખેડૂતોને મફતમાં તાલીમ તથા નિદર્શન આપી રહ્યાં છે. જેથી બીજા ખેડૂતો આગળ આવે. એ તો ઠીક કૃષિ નિયામક પણ એમના ખેતરની મુલાકાત લઈ ચુક્યા છે.

દરરોજ એક બસ એમના ખેતરનાં શેઢે ઉભી હોય છે. કૃષિ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ એમની વાડીએ અભ્યાસ કરવાં માટે આવે છે. હિરજીભાઈની વાત અહીં પુર્ણ થતી નથી. એમણે પોતાના માત્ર 50 વર્ષના ખેતીનાં અનુભવને આધારે ખેતીનાં કુલ 40 પુસ્તકો લખ્યા છે. થોડા સમય અગાઉ જ એમણે લેપટોપની ખરીદી કરી છે તેમજ હવે ખેતરની બધી જ માહિતી લેપટોપમાં રાખે છે. પોતાના ખેતરને કૃષિ યુનિવર્સિટીમાં બદલી નાખ્યું છે.

સણોસરામાં આવેલ વિદ્યાભારતીમાંથી કૃષિ સ્નાતક બન્યા બાદ તરત જ એમણે ખેતી કરવાની શરૂઆત કરી હતી. કુલ 50 વર્ષનાં ખેતીનાં અનુભવે એમને ખેડૂતોનાં પણ ખેડૂત બનાવી દીધા છે.એમને કુલ 28 એવોર્ડ મળી ચૂક્યા છે. અવનવા સંશોધનો તેમજ કૃષિ યુનિવર્સિટી અથવા તો વિજ્ઞાનીઓ ન કરી શકે એવું એમણે એકલા હાથે કરીને બતાવ્યું છે. એમનું કુલ 29 વ્યક્તિઓનું સંયુક્ત કુટુંબ રહેલું છે.તેઓ કુલ 27 વર્ષથી ડ્રીપ સિંચાઈ કરે છે તેમજ કુલ 14 વર્ષથી સજીવ ખેતી કરી રહ્યાં છે.

સજીવ ખેતી માટે સેન્દ્રીય ખાતર તથા અળસિયાનું વર્મીકંપોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવ્યું છે. ઉપર છાંટો તથા નીચે સીમેન્ટ કોંક્રીટનું પ્લેટફોર્મ બનાવી એમાં અળસીયા ઉત્પન્ન કરે છે. કુલ 10% છાણ તથા કુલ 90% ખેતરનો નકામો કચરો એકઠો કરીને એમાંથી વર્મીસંપોસ્ટ બનાવે છે. બાયો કલ્ચર તેમજ જીવામૃત બનાવીને ઉપયોગમાં લઈ રહ્યાં છે. કુલ 40 એકર જમીનમાં સજીવ ખેતીની આવક કુલ 8.50 લાખ સુધી મેળવી રહ્યાં છે. જે સજીવ ખેતી પહેલાં કુલ 3 લાખ મળતી હતી. એમની જમીન સુકી હોવાંને કારણે તમામ પાક થતાં નથી.

અન્ય ખેડૂતો દૂધી કુલ 1 કિલો પકવતાં હોય તો તેઓ કુલ 2.5 કિલો પકવી શકે છે. તેની માટે સામાન્ય ટેકનીક છે. તેઓ જણાવતાં કહે છે કે, દૂધીનાં વેલામાં કુલ 2 પ્રકારનાં ફૂલ રહેલાં હોય છે એક તો માદા તેમજ બીજા નર. જો સતત નર ફૂલ રહે તો દૂધી પુર્ણ રીત ઉતરતી નથી. જેથી વેલાની વધુ ફૂટ નિકળે એવું કરીને બાદ જ્યાં ફૂટ નિકળે ત્યાં એ વેલો થોડો વધે એટલે એનો આગળનો ભાગ કાપી નાંખવામાં આવે તો કુલ 2 દૂધી થતી હોય તો કુલ 6 દૂધી થવા લાગશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post