સામાન્ય ખેડૂતે બીજા કરતા નવું વિચારી પોતાની આવક બમણી કરી બતાવી- દેશના પ્રથમ ખેડૂત તરીકે મળ્યું સ્થાન

Share post

બનાસકાંઠાના ડીસા તાલુકાનુ નાનકડું ગામ રાણપુર. જે ગામના યુવા ખેડૂત કનવરજી વધાણીયાએ આધુનિક ટેક્નિકથી ખેતી કરી સમગ્ર દેશમાં નામના મેળવી છે.

કનરવજી સામાન્ય ખેડૂત છે પણ તેઓ કંઈક અલગ કરી આવક બમણી કરવા મથામણ કરી રહ્યા હતા. ત્યારે ડીસા કેવીકે ના વૈજ્ઞાનિકો પાસેથી માર્ગદર્શન મેળવી કાપ પદ્ધતિ અપનાવી શિયાળામાં ચોળાનું વાવેતર કર્યુ હતું.

પ્રથમ તો બે વર્ષ નુકશાન થયુ પણ હિંમત ન હારી એટલે કે ત્રીજા વર્ષે પણ શિયાળામાં ચોળાનું વાવેતર કરતા સફળતા મળી અને ખૂબજ સારા ભાવે વેચાણ પણ થયું.

જોકે શિયાળામાં ચોળાનું વાવેતર કરનાર દેશના પ્રથમ ખેડૂત બન્યા હતા અને આવક પણ ખૂબ જ થતા બિયારણ કંપનીએ કનવરજીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી તેમના ફોટા બિયારણ કંપનીએ પેકીંગ પર મૂક્યા હતા.

સમગ્ર ગુજરાતના ખેડૂતો પણ આ સફળ ખેતી જોવા કનવરજીના ફાર્મ પર આવતા થયા ત્યારે વૈજ્ઞાનિક દ્વારા પણ તેઓ સમગ્ર દેશમાં નામના મેળવે જે માટે ઇન્ડિયા બુકમાં રજિસ્ટ્રેશન કરાવતા તેઓને દેશના પ્રથમ ખેડૂત તરીકે માન્યતા આપી ઇન્ડિયા બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post