SBI માં છે એકાઉન્ટ? 28 ફેબ્રુઆરી સુધીમાં પતાવી લો આ કામ, નહિતર ખાતું થઇ જશે બ્લોક

Share post

જો તમારું બેન્કનું ખાતું દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેન્ક માં છે તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. SBIએ પોતાના ગ્રાહકોને એસએમએસ મોકલી ચેતવણી આપી છે કે તે પોતાનું કેવાયસી(know your customer) 28 ફેબ્રુઆરી 2020 સુધી પૂરું કરી લે. જો કોઇ ગ્રાહક કેવાયસી નથી કરાવતો તો તેના બેંક ખાતામાંથી લેવડદેવડ માટે રોક લગાવવામાં આવશે.તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે પણ તમામ બેન્ક એકાઉન્ટ માટે કેવાયસીને ફરજિયાત કરી દીધું છે. કેવાયસી ને સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો ગ્રાહક વિશેની પૂરી જાણકારી. કેવાયસી કરાવવું દરેક માટે જરૂરી છે. કેવાયસી કરાવવાથી બેંક અને ગ્રાહક વચ્ચે સંબંધ મજબૂત થશે. વગર કેવાયસી રોકાણ શક્ય નથી. તેના વગર ખાતું ખોલવાનું પણ સહેલું નથી.

કેવાયસી ન કરવાથી લેવડદેવડ થઈ શકે છે બંધ

SBI ગ્રાહકોને એસએમએસ મોકલી એલર્ટ કરતા કેવાયસી પૂરું કરાવવા માટે કહ્યું છે.એસએમએસમાં કહેવામાં આવ્યું છે કે આરબીઆઇના આદેશ અનુસાર તમારા ખાતામાં કે.વાય.સી ઓળખપત્રોને અપડેટ કરવાના છે. SBIએ કહ્યું કે કૃપા કરી નવા કે.વાય.સી થી ડોક્યુમેન્ટ સાથે તમારી SBI શાખા માં સંપર્ક કરો.કેવાયસી પૂરું ન કરવાથી તમારા ખાતામાં ભવિષ્યમાં કરવામાં આવનાર લેવડ-દેવડ પર રોક લગાવવામાં આવી શકે છે.

કેવાયસી માટે જરૂરિયાતના ઓળખપત્રો કે ડોક્યુમેન્ટ

SBIની વેબસાઇટ પર આપવામાં આવેલ જાણકારી અનુસાર ગ્રાહકે કેવાયસી માટે પોતાનું ઓળખપત્ર આપવું પડશે. ઓળખ પત્ર માટે પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, નરેગા કાર્ડ, પોસ્ટ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલ ઓળખપત્ર, એવી સરકાર માન્ય સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવેલ ઓળખપત્ર જેના દ્વારા તે ઓળખપત્રો રેકોર્ડ રાખવામાં આવ્યો હોય તેવા તમામ ડોક્યુમેન્ટ કેવાયસી માટે ચાલશે.

આ ઉપરાંત તમારે રહેઠાણનો પુરાવો પણ આપવો પડશે. જેમાં ટેલીફોન બીલ, વીજળીનું બિલ, રેશનકાર્ડ, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, જે વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરતા હોય તેમના માટે કોલેજ પાસેથી પ્રિન્સિપાલના હસ્તાક્ષર વાળું બોનોફાઇડ સર્ટિફિકેટ જોઈશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post