હાથરસમાં ગેંગરેપની ઘટના ખેતરમાં થઈ હોવાથી પોલીસે પાક લણવા ન દેતાં ખેડૂતે યોગી સરકાર પાસે માંગી 50,000 રૂપિયાની સહાય

Share post

ઉત્તરપ્રદેશમાં આવેલ હાથરસમાં માત્ર 19 વર્ષીય દલિત યુવતીની સાથે કથિત ગેંગરેપની ઘટનાને એક મહિનાથી પણ વધારે સમય થઈ ચુક્યો છે. સરકારના આદેશ પ્રમાણે કુલ 3 સભ્યની SIT તપાસ કરી ચૂકી છે. હવે CBIની તપાસ ચાલી રહી છે. આ બધાની વચ્ચે 14 સપ્ટેમ્બરે જે બાજરીના ખેતરમાં ઘટના બની હતી. એના માલિકે યોગી સરકારની પાસે કુલ 50,000 રૂપિયાનું વળતર માગ્યું છે.

ખેતરના માલિકનું જણાવવું છે કે, આ ઘટના બાદ એના ખેતરમાં પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતે જણાવતાં કહ્યું હતું કે, પોલીસે કેટલાંક દિવસ સુધી પુરાવા હોવાની વાત કહેતી હતી, જેને કારણે પાકની સિંચાઈ થઈ શકી ન હતી. હવે CBIએ જણાવ્યું કે, પાક લણી શકો છો પરંતુ પાક ખરાબ થઈ ગયો છે. ઓછામાં ઓછા કુલ 50,000 રૂપિયાનું નુકસાન થયું છે, એનું વળતર આપો.

લોકડાઉનમાં જયપુરથી પરત આવેલ ખેડૂત :
ખેતરનાં માલિક સોમસિંહે જણાવતાં કહ્યું હતું કે, એ જયપુરમાં નોકરી કરે છે પરંતુ કોરોનાને લીધે એ ગામમાં પરત આવ્યો હતો. કુલ 9 વીઘા ખેતરમાં બાજરીનું વાવેતર કર્યું હતું. ઘટના બન્યાં બાદ પોલીસે પુરાવા લેવાની વાત કહીને મારી મમ્મીને પાણી આપવાની ના પાડી દીધી હતી. કહેવામાં આવ્યું હતું કે, જો પાકની સિંચાઈ કરશે તો પુરાવાનો નાશ થઈ જશે. એ માટે સિંચાઈ ન થઈ શકી, જેને કારણે પાકમાં દાણો ન ફૂટ્યો. અમારો 6 મહિનાનો પાક છે પરંતુ આ ઘટના બાદ મહેનત પાણીમાં ગઈ. અમે ખેતી તથા પશુઓ પર નિર્ભર છીએ. એવામાં અમને નુકસાન થયું છે. સરકાર અમારી સહાય કરે.

ખેતરનાં માલિકનો ભાઈ ઘટનાનો સાક્ષી :
સોમ સિંહનો નાનો ભાઈ વિક્રમ ઉર્ફે છોટુ 14 સપ્ટેમ્બરનાં રોજ બનેલ ઘટનાનો સાક્ષી પણ છે. CBI દ્વારા અત્યાર સુધીમાં કુલ 2 વખત એની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તેણે CBIની ટીમને જણાવતાં કહ્યું હતું કે, જે ખેતરમાં છોકરી મળી હતી, એ તેનું જ છે. તેનું જણાવવું હતું કે, ઘટના વખતે તે ખેતરમાં ચારો કાપી રહ્યો હતો ત્યારેએને બૂમો સંભળાઈ હતી. હું ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે યુવતી ખેતરમાં પડી હતી. એનાં ભાઈ તથા મમ્મી બન્ને ઊભાં હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post