હરીભાઈએ બનાવ્યું વેસ્ટ માંથી બેસ્ટ દીવાદાંડી, ભૂંડ રોઝડા ખેતરની નજીક પણ નહી આવે

Share post

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામ ના પ્રયોગશીલ ખેડૂત હરિભાઈ ઉંમરે પોતાની કોઠાસૂઝ ના સથવારે અનોખી દીવાદાંડી બનાવી છે. આ દીવાદાંડીની મદદથી તેઓ ના ખેતરમાં રોઝ ભૂંડ સહિતના જાનવરો આવતા અટકી ગયા છે. આ દીવાદાંડી ની બનાવટ ની વાત કરીએ તો એક ડબ્બામાં ચાર્જિંગ બેટરી અને લાઈટ ફિટ કરવામાં આવી છે. પવનથી ડબ્બો સહેલાઇથી ફરી શકે એ માટે પંખાની બેરિંગનો ઉપયોગ થયો છે તેમ જ ડબ્બાની પાંખો પણ રાખવામાં આવી છે. રાત્રિના સમયે ડબ્બા ની અંદર મુકાયેલી લાઈટ ને ચાલુ કરી દેવામાં આવે છે. ડબ્બા ની બનાવટ એવી છે કે સામાન્ય પવનથી આપણે ફરવા લાગે છે. હાથી બેટરીના પ્રકાશનો ફોકસ સમગ્ર ખેતરમાં ફરે છે. ખેતરમાં આ રીતે રાજપર ફોકસ પડતો હોવાથી રોઝ ભુંડ સહિતના જાનવરો આવતા નથી.

આ પ્રકારની દેશી દીવાદાંડી બનાવવાનો ખર્ચ માત્ર રૂપિયા 500 જેટલો થતો હોવાનું હરિભાઈ જણાવે છે. રોઝ ભૂંડ જેવા જાનવરો ના કારણે ખેતીમાં ભારે નુકસાન થઇ રહ્યું છે આ કારણે ખેડૂતોને રાતોના ઉજાગરા કરવા પડે છે આવા જાનવરોથી રક્ષણ માટે ખેડૂતો હજારો લાખો રૂપિયાના ખર્ચે તાર ફેન્સીંગ કરે છે.

આ સ્થિતિમાં હરિભાઈએ કોઠાસૂઝની કમાલથી બનાવેલી દીવાદાંડી ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

આપ આ અંગેની વધુ માહિતી માટે હરીભાઈ ઠુંમર નો મોબાઇલ નંબર 9428240817 ઉપર સંપર્ક કરી શકો છો.

તેઓ આપણી મદદ માટે બેઠા છે બસ ખાલી આપણે તેમનો સંપર્ક સાદી રાતોના ઉજાગરા માં થી કેવી રીતે બચી શકીએ તે માટેનું ઉપાય પૂછવાનો છે અને તેમની સલાહ અનુસાર આપણે અનુસરણ કરવાનું છે. જેથી આપણે રાતોના ઉજાગરા અને મસમોટા તાર ફેન્સીંગ ના ખર્ચાઓ થી બચી શકીએ અને આપણી ખેતીને વધારે ઉપજાવ બનાવી શકીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post