જીવન બચાવનારી એમ્બ્યુલન્સ જ બની ત્રણ લોકોનું મોતનું કારણ, અહિયાં એવો ગંભીર અકસ્માત સર્જાયો કે…

Share post

હળવદનાં ધનાળા ગામનાં પાટિયા નજીક રાત્રીનાં લગભગ 12.30 વાગ્યાની આજુબાજુ કચ્છમાં જતા ગઢવી પરિવારને ગોઝારા અકસ્માત થયો હતો એમાં એક જ પરીવારનાં 3 વ્યક્તિ મૃત્યુ થયા હતાં જ્યારે બીજા 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જે એમ્બ્યુલન્સ દર્દીનાં જીવનને બચાવવા માટે હોય છે એનું જ અકસ્માત થતા એમ્બ્યુલન્સ મૃત્યુનું કારણ બનતા માતમ છવાય ગયો છે.

મળેલ માહિતી મુજબ મોરબી જિલ્લાનાં હળવદનાં ધનાળા ગામનાં પાટીયા પાસે મોડી રાતેનાં 12.30 વાગ્યાની આજુબાજુ ગોઝારો અકસ્માત થયો હતો. એમાં એક જ પરીવારનાં 3 લોકોનાં મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. એમાં આ પરિવાર માંડવીનાં લયજા ગામનાં ગઢવી પરીવારનાં સભ્યો હોવા અંગેનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આ પરિવાર અમદાવાદ શહેરની હોસ્પિટલે સારવારમાં રહેલા દર્દીની તબિયત સારી થતા અમદાવાદ હોસ્પિટલેથી રજા લઇને ખાનગી એમ્બ્યુલન્સમાં તેના ઘરે પાછા જઈ રહ્યા હતા. ત્યાં હળવદનાં ધનાળા ગામનાં પાટીયા નજીક પહોચતા ડ્રાઇવરે સ્ટેરીંગ પર કંટ્રોલ ન રહેતા ગાડી પલટી ગઇ હતી તેમજ અકસ્માત થયો હતો.

આ ગોઝારા અકસ્માતમાં ગઢવી પરીવારનાં એક જ પરિવારનાં 3 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. એમાં રામભાઇ નારાયણભાઇ ગઢવી (ઉંમર વર્ષ 35), લયજા તાલુકો- માંડવી જીલ્લો-કચ્છ, ડ્રાઇવર પિન્ટુભાઇ કાનજીભાઇ (ઉંમર વર્ષ 27) ઇજાગ્રસ્ત થતા વધારે સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા છે. પોલીસે મૃતકોનાં પરિવાર સભ્યોનો સંપર્ક સાધવા તેમજ તેઓની ઓળખ કરવા વધારે કવાયત ચાલુ કરી છે. અકસ્માતમાં પલ્ટી જનાર એમ્બ્યુલન્સ બુકડો બોલેલી હાલતમાં દેખાયી આ પરથી અકસ્માત કેટલો ગંભીર હશે તે અંગે જાણી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post