fbpx
Thu. Sep 19th, 2019

રોજ સવારે પાણીમાં હળદર મેળવીને પીવાના આ છે ચમત્કારી ફાયદા .જાણી રોજ પીવા લાગશો.

રોજ સવારે પાણીમાં હળદર મેળવીને પીવાના છે ફાયદા ,વધારે ભાગે લોકો સ્વચ્છ અને ચુસ્ત રહેવા માટે સવારે ઉઠતા જ ગરમ પાણીમાં લીંબુ અને મધ મેળવીને પીવે છે .તેને લીધે વજન ઓછું થાય છે .એના નિયમિત સેવનથી અનેક સમસ્યાઓથી રાહત મળી શકે છે .જેમ શરીરના ઝેરીલા તત્વો બહાર નીકળે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે ,અને ચામડીમાં ચમક આવે છે .આના સિવાય કોઈપણ પ્રકારની નબળાઈ આવે ત્યારે લોકો હળદરવાળું દૂધ પીવે છે. લગભગ આપણે સૌ લોકો ગરમ પાણીમાં લીંબુ મેળવી ને પીવાના ફાયદા વિશે જાણીએ છીએ ,પરંતુ શું આપ જાણો છો કે જો આ મિશ્રણમાં થોડી હળદર મેળવી દેવામાં આવે તો તેના ગુણ વધી જાય છે .હળદરવાળું પાણી સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર હોય છે .આવો જાણીએ તેના ફાયદા.

એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નીચોવી તેમાં હળદર મિક્સ કરી લો.ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મધ મેળવો આનો નિયમિત સેવન કરો ઘણા લાભ થશે.

હળદર વાળું પાણીથી સ્વાસ્થ્ય લાભ : હળદર માં કર ક્યુમીન નામનું કેમિકલ ની હાજરી તેને એક તાકાતવાર એન્ટીઓક્સીડેન્ટ બનાવે છે .જે કેન્સરને જન્મ આપનાર કોશિકાઓથી લડે છે .ઘણા સંશોધનમાં આ વાત પુરવાર થઇ છે કે નિયમિત રૂપથી હળદરનું સેવન કરવાથી પિત્ત વધારે બને છે .જેનાથી આપનો આહાર સરળતાથી હજમ થઈ જાય છે .અને આહાર સારી રીતે હજમ થવાથી આપ પેટને સંબંધિત બીમારીઓથી બચી શું શકો છો .એટલે જો આપ આપના પાચનને તદુરસ્ત રાખવા માગતા હોવ તો આજથી જ પોતાની દિનચર્યામાં હળદરવાળા પાણીનો સમાવેશ કરો.

શરીરના સોજા ઓછા કરે:

હળદરમાં કરક્યુમીન નામના કેમિકલ ની હાજરી ને કારણે એ દવાના રૂપમાં કામ કરે છે .અને આ શરીરના સોજા પણ ઓછા કરવામાં મદદરૂપ હોય છે .શરીર પર ભલે કેટલા પણ સોજા કેમ ન હોય ,તે હળદરવાળું પાણી પીવાથી ઓછા થઈ જાય છે .એના સિવાય કરક્યુમિન ના કારણે આ સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવામાં દવા એથી પણ વધારે સારી રીતે કામ કરે છે.

મગજ તેજ કરે:

હળદર મગજ માટે ખૂબ સારી હોય છે .જો આપ સવારના સમયે ગરમ પાણીમાં હળદર મેળવીને પીવો છો આપના મગજ માટે ખૂબ સારું છે .ભૂલવાની બીમારીઓ જેમ કે એમ ડિમેશિયા અને અલ્ઝાઈમરને પણ એના નિયમિત સેવનથી ઓછું કરી શકાય છે.

હૃદય તંદુરસ્ત રાખે:

હળદરવાળું પાણી હૃદયની સેહત માટે ખૂબ સારું છે. એને પીવાથી લોહી જામતું નથી અને સાથે જ લોહી શુદ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે .એના સિવાય લોહીની ધમનીઓમાં જમાવ પણ દૂર થઈ જાય છે.

લીવરની રક્ષા કરે:

હળદરનું પાણી ટોક્સિક ચીજોથી આપના લેવાની રક્ષા કરે છે .અને ખરાબ લીવરને સેલ્સ અને ફરીવાર સારા કરવામાં મદદ કરે છે .એના સિવાય આ પિત્તાશયના કામને પણ સારું કરવામાં મદદ કરે છે.