ગુજરાતનો ખેડૂત પાયમાલ થયો નથી કરાયો છે, ખેતીવાડી ખાતામાં ભરતી થાય તો અધિકારીઓ કામ કરેને!

Share post

આઝાદી પછી ખેડૂતો માટે એક સારો સમય હતો. પરંતુ આજના સમયમાં ખેડૂત એકદમ પાયમાલ થઈ ગયો છે. ખેડૂત પહેલાના સમયમાં જેટલી મહેનત કરતા હતા તેટલી જ મહેનત આજના સમયમાં પણ કરી રહ્યા છે. તેમ છતાં આજના ખેડૂતોની દશા અંગ્રેજોના સમય જેવી થઈ ગઈ છે.

ભાજપની સરકાર આવતા જ અંગ્રેજો વખતનો સમય યાદ આવે છે. જે રીતે પહેલાના સમયમાં અંગ્રેજો ખેડૂતો પાસેથી મહેસુલ ઉઘરાવતી હતી તે રીતે આજના સમયમાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મોટી રકમમાં કર ઉઘરાવવામાં આવી રહ્યો છે. જેના કારણે આજના સમયમાં ખેડૂત એકદમ પાયમાલ થઈ ગયો છે.

અત્રે ઉલેખનીય કે, ગુજરાતનુ ખેતીવાડી ખાતુ ખાડે ગયુ નથી પરંતુ ભાજપા સરકારે ખાડે નાખ્યુ છે. 25 વષઁથી રાજયનુ ખેતીવાડી ખાતુ ખેડુતને પાણી , પાક વિમો, પાકનો ભાવ કે પાવર આપી શકયુ નથી તેનુ મુખ્ય કારણ ભાજપાના દાનતના નબળા-દુબળા નેતા છે, અને તેના થકી આજે રાજય સરકાર પાસે કમઁચારીઓને પગાર દેવાના પૈસા રહ્યા નથી.

આજે રાજયમા કૃષિ અધિકારી અને કૃષિ કમઁચારીઓની કુલ મંજુર થયેલ જગ્યા 1982 પૈકી 1292 જગ્યા તો ખાલી કેમ છે? કૃષિ  અધિકારી અને કમઁચારી વગરનુ તંત્ર કઇ રીતે સક્ષમ અને ગુણવતા સભર ખેતીવાડી ક્ષેત્રમા પરિણામ આપી શકે? એ RTI ની આ માહિતી સાબિત કરે છે રાજયની બેજવાબદાર સરકાર ખેતીવાડી ખાતા મારફત રાજયના ખેતી અને ખેડુતને બરબાદ કરી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post