ગુજરાતનું સૌથી સમૃદ્ધ ગણાતું આણંદનું આ નાનકડું ગામ કરે છે 1300 કરોડનું ટર્નઓવર, જાણો કેવી રીતે આટલું સદ્ધર બન્યું?

Share post

આર્થિક વિકાસની દોડમાં દેશનાં ગામડાં હજુ પણ પછાત રહેલા છે, રોજગારીના અભાવને કારણે મોટાં શહેરો બાજુ લોકોની દોડમાં એસટીટી વધારો થતો જાય છે ત્યારે માત્ર 11,333 ની વસ્તી ગુજરાતનું આણંદ જિલ્લાનું ધર્મજ ગામ ભારતનું સૌથી સમૃદ્ધ ગામ છે. દેશના બધા ગામડાં કરતાં અલગ તરી આવતું ધર્મજ ગામને ‘ગામડાંના પેરિસ’ તરીકે ઓળખે છે.

નાના એવા ગામમાથી એક સદી પહેલા કેટલાક પટેલો યુગાન્ડા તેમજ બ્રિટનમાં સ્થાયી થઈ ગયા હતા. હાલમાં નાનકડા ગામના કુલ 3,000 થી પણ વધારે લોકો વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. તેઓ વતન પ્રત્યેનું ઋણ ઘણીવાર ચૂકવી રહ્યા હોવાને લીધે બીજા ગામડાંની વાત કરવામાં આવે તો એ નાનાં શહેરો કરતાં સારી સુવિધા ધરાવે છે.

આર્થિક માપદંડ જ નહીં, આરોગ્ય, શિક્ષણ, ખેતી, સહકાર, લોકભાગીદારી તથા સેવા પ્રવૃત્તિને લીધે આ ગામ બીજા ગામોથી અલગ તારી આવે છે. ગામડાં પણ શહેરો જેવી સુવિધા ધરાવતાં થઇ જાય તો ગામડાંમાંથી શહેરો બાજુ લોકો દોટ મૂકી રહ્યા છે એ અટકી જાય. વિકસિત ગામ કોને કહેવાય એ ધર્મજ ગામની મુલાકાત લીધા બાદ આપમેળે સમજાઈ જાય છે.

કુલ 13 બેંક તથા બીજી બેંકોમાં મળીને કુલ 1,300 કરોડથી વધારે ડિપોઝિટ પડી છે :
આ ગામમાં કુલ 2,770 કુટુંબ વસવાટ કરે છે. ગામમાં મર્સિડીઝ, ઓડી તથા BMW જેવી મોંઘીદાટ કાર રસ્તા પર દોડતી જોવા મળે છે. આ ગામમાં શહેરો જેવી સુવિધા ઉપલબ્ધ રહેલી છે. 5 સ્ટાર હોટલ, બાળકો માટે ગાર્ડન, RCC રોડ,સ્વચ્છ ઇમારતો, શાળાઓ તથા આરોગ્યલક્ષી બધી જ સુવિધાઓ ધર્મજ ગામમાં જોવા મળે છે. દર વર્ષે 12 જાન્યુઆરીનાં રોજ ‘ધર્મજ ડે’ ઊજવવામાં આવે છે, જેમાં વિદેશમાં સ્થાયી થયેલ NRI પરિવારો મોટી સંખ્યામાં આવે છે.

આ ગામના કુલ 1,700 લોકો બ્રિટનમાં, કુલ 200 લોકો કેનેડા, કુલ 800 લોકો અમેરિકામાં, કુલ 160 લોકો ન્યૂઝીલેન્ડ સહિત કેટલાંક દેશોમાં સ્થાયી થઈ ગયા છે. ધર્મજ ગામના રાજેશભાઇ પટેલે ધર્મજ ગામ પર એક પુસ્તક લખ્યું છે. એમણે કહ્યું હતું કે, એક સમયે વિદેશ જવું વિકટ માનવામાં આવતું ત્યારે ગામમાંથી વર્ષ 1906માં જોઇતારામ કાશીરામ પટેલ માંઝા તથા ચતુરભાઇ પટેલ યુગાન્ડાના મબાલેમાં ગયા હતા.

વર્ષ 1910માં માન્ચેસ્ટર જનાર પ્રભુદાસ પટેલ ગામમાં માન્ચેસ્ટર વાળા તરીકે ઓળખાતા હતા, જયારે વર્ષ 1911માં એડનમાં ગામના ગોવિંદભાઈ પટેલે તમાકુનાં વેપારની શરૂઆત કરી હતી. ધર્મજ ગામના એક બેંક કર્મચારીના જણાવ્યા પ્રમાણે, આ ગામના NRI લોકો સરકારી બેંકોમાં પૈસા મૂકવાનું પસંદ કરતા હોવાને લીધે આ ગામ દેશનું ધનવાન ગામ બન્યું છે. ધર્મજમાં વર્ષ 1959માં સૌપ્રથમ દેના બેંકની શાખા ખૂલી હતી. ગામમાં લોન લેનાર લોકો કરતાં ડિપોઝિટ મૂકનાર લોકોની સંખ્યા વધારે રહેલી છે. ધર્મજમાં બેંક ડિપોઝિટ કુલ 1,400 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post