ગુજરાતના ખેડૂત વૈજ્ઞાનિકોએ શોધી 165 ટકા નફો આપતી કુદરતી ખેતી- જાણો કેવી રીતે

Share post

જમીનમાં નાખવામાં આવતું જંતુનાશક પેસ્ટીસાઈડ્સ, કેમિકલ્સ અને રાસાયણીક ખાતરો વાપરવાના બદલે હાલ ગુજરાત રાજ્યનું ખેતી વિભાગ કુદરતી ખેતી માટે વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેના લીધે તે અંગે સંશોધનો થાય છે. જે જગ્યાએ તુવેરનું ઉત્પાદન સૌથી વધારે થાય છે તે દક્ષિણ ગુજરાત રાજ્યમાં સેન્દ્રીય ખેતી (ઓર્ગ્રેનિક) માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા છે. કુદરતી ખેતી કરવા માટે 2019માં છેલ્લા વૈજ્ઞાનીક દ્વારા ભલામણો તૈયાર કરવામાં આવી છે. જૈવિક ખેતીદ્વારા 165 % નફો મેળવી શકાય છે, આ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પ્રમાણભૂત રીતે જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાત રાજ્યના વધુ વરસાદવાળા હવામાન ધરાવનાર વિસ્તારોમાં સેન્દ્રિય ખેતીથી તુવેરનું વધારે ઉત્પાદન અને ચોખ્ખો નફો વધારે મેળવી શકાય છે. આ અંગે ખેતરોમાં પ્રયોગો કરીને એકઠા થયેલી માહિતીના આધારે આ  બધી ભલામણો તૈયાર કરવામાં આવી છે.

આમાં 100 % નાઈટ્રોજન હેક્ટરે 25 kg વર્મીસમ્પોસ્ટ તથા નાડેપ કંપોસ્ટ તેમજ છાણિયું ખાતર આપવાની ભલામણ કરવામાં આવી છે. તુવેર માટે સારસંભાળની પદ્ધતિ વિકસાવવામાં આવી છે. આ પદ્ધતિમાં તુવેરને 60 સેમી હારનું અંતર રાખવું જોઈએ. 20 સેમી બે છોડની વચ્ચે અંતર રાખવું જોઈએ. 120 સેમી જોડ વચ્ચે અમુક અંતર રાખવું. વાવણી સમયે અને વાવણીનાં એક મહિના બાદ હેક્ટરે 1.6 ટન વર્મીસમ્પોસ્ટ તથા 3 ટન નાડેપ કંપોસ્ટ તેમજ 5.6 ટન છાણીયું ખાતર આપવું જોઈએ. છાણીયું ખાતર બે સરખા ભાગ કરીને આપવું.

ટ્રાઈકોડર્મા અને સ્યુડોમોનાસ એ 2 કિલો તથા લીટર પ્રતિ હેક્ટર વાવણી વખતે જમીનમાં નાખવું. જમીનની સારસંભાળ માટે ટ્રાયકોડર્મા પાવડર પૂંકીને આપવાની પધ્ધતિ 10 કિલો છાણીયા ખાતરમાં 500 ગ્રામ ટાલ્ક ના આધારે ટા્રઈકોડર્મા 1 એકરે નાખવામાં આવે છે. ત્યાર બાદ જમીનમાં સિંચાઈ કરવી. 2 થી 5 કિ.ગ્રા. ટાલ્ક ના આધારે ટ્રાઈકોડર્મા પાવડર 200 થી 500 કિલો છાણીયા ખાતર સાથે ભેળવી ચાસમાં ઓરીને વાવણીના સમયે આપવાથી જમીનજન્ય ફુગ દ્વારા થતા રોગોને નિયંત્રણમાં લાવી શકાય છે.

સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ એ એક જૈવિક ફૂગનાશક તથા બેક્ટેરિયાના રોગ નાશક તરીકે અસરકારક રીતે સાબિત થયેલી છે. 0.5 % ડબ્લ્યુપી, 1 % ડબલ્યુપી, 1.5 % ડબ્લ્યુપી અને 1.75 % ડબ્લ્યુપીના ફોર્મ્યુલેશનમાં મેળવવામાં આવે છે. તે વાપર્યા પછી જંતુનાશક દવા વાપરવી નહીં. 1 કિલો સ્યુડોમોનાસ 100 કિલો ગોબર સાથે ભેળવી શકાય છે. તુવેરના બી વાવો તેની પહેલાં 5 દિવસ જમીનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ નકામા થાય છે.

વાવણીના સમયે સુક્ષ્મ જીવાણુંઓનું જૈવિક ખાતર રાઈઝોબીયમ જીવાણું 10 મિલિ 1 કિ.ગ્રા. બીજ પર પટ આપવો. બીજને આકાર આપવાથી બીજનું સ્ફુરણ થાય છે. એટલે કે તે જીવો જમીન માં રહેલા તુવેરના મૂળ સાથે રહીને ખોરાક મેળવે છે. અને પોતાનું જીવનચક્ર ચલાવે છે. હવામાં રહેલ નાઈટ્રોજન વાયુ જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા ખાતર આપે છે. આ જીવાણુંઓ કઠોળના પાક સાથે રહે છે.

વાડીના ફરતે ગલગોટાનો પિંજર પાકની હાર કરવી જોઈએ. પીળા ગલગોટાનું વાવેતર કરવાથી હેલીકોવર્પા લીલી ઈયળની માદા ફૂલ પર તેના ઇંડા મૂકે છે. સંપૂર્ણ ખેતરમાં જતા અટકે છે. યોગ્ય લાગે તો આવા પિંજરપાક પર નાના વિસ્તારમાં જૈવિક દવાઓ છાંટવી.

12 ફેરોમેન ટ્રેપ હેલીકોપવર્પાનાં નિયંત્રણ માટે લગાવવા જોઈએ. ફેરોમેન ટ્રેપ કુદરતમાં માદા કીટક પોતાનાં શરીરમાંથી અમૂક મહત્વનું જાતીય અંતઃસ્ત્રાવ હવામાં છોડે છે. ફેરોમેન ટ્રેપમાં માદા કીટાણુંનાં શરીરમાંથી નીકળતી કુદરતી ગંધ જેવી ગંધ હોય છે. નર કીટાણું ફેરોમેન ટ્રેપ બાજુ ગંધના લીધે સમાગમ માટે આવે છે. આજુબાજુ ફર્યા પછી થાકીને ટ્રેપમાં સપડાય જાય છે. જુદી જુદી જાતિની કીટાણું માટે હોય છે. લીલી ઈયળ, કાબરી ઈયળ, ગુલાબી ઈયળ, પાન ખાતી ઈયળ, ગાભમારાની ઈયળ, હીરાકુંદા, ફળ કોતરી ખાતી ઈયળો માટેના ફેરોમોન ટ્રેપ છે. પોલીથીન સ્લીવ ટ્રેપ ખેડૂતોમાં બહુ જાણીતી છે. એકરે 2-3 ટ્રેપ બધા 50 મીટરે મૂકવી. હેલિકોવર્પા ઈયળ દ્વારા નુકસાન કરે છે.

ફૂલ અવસ્થાએ 15 દિવસના અંતરે એક પછી એક 4 % લીંબોળી અર્ક, 0.20 % લીંબોળીનું તેલ, 2 % ગૌ મૂત્રનો છંટકાવ કરવો જોઈએ. 1 હેક્ટરે 50 નંગ પક્ષી બેસવા માટે ટી આકારની લાકડીઓ મૂકવી.જો  આટલું કરવામાં આવશે તો સેન્દ્રીય ખેતી લાભદાયી થશે. આમાં તુવેર (વૈશાલી)નું ઉત્પાદન 17.2 ક્વિન્ટર 1 હેક્ટરે આવેલું છે. તેમાં ગોતર 1 હેક્ટરે 50 કેવિન્ટલ મળે છે. કુદરતી ખેતી માટે 1 હેક્ટરે રૂપિયા 44000નો ખર્ચ કરવામાં આવે છે. તેનું વેચાણ 2019માં રૂપિયા 1.16 લાખનું થયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post