આફ્રિકામાં મફતના ભાવે જમીન ખરીદી, ગુજરાતી ખેડૂતો કરી રહ્યા છે કરોડોની કમાણી

Share post

ફળદ્રુપ જમીન, સસ્તા મજૂર તથા કુલ 24 કલાક પાણી રાજ્યના ખેડૂતોને આફ્રિકા બાજુ ખેચી રહ્યા છે કે, જેની પાસે વિશ્વની કુલ 60% વણખેડાયેલી જમીન છે. કેટલાંક ખેડૂત આફ્રિકામાં ખેતીમાં સફળ પણ થયા છે. જે કહાની અન્ય યુવા ખેડૂતોને પોતાનું ભાગ્ય અજમાવવા માટે આકર્ષી રહી છે.રાજકોટમાં આવેલ કાલાવડનાં આહીર ઘનશ્યામ  હેરભા કે જે ઝામ્બિયામાં કુલ 25,000 એકર ખેતી ધરાવી રહ્યાં છે તેમજ કેટલાય વર્ષોથી સફળતા પૂર્વક ખેતી કરી રહ્યા છે.

ઘનશ્યામ હેરભા જણાવતાં કહે છે કે, જમીનમાં પાણીની  અખૂટ માત્રા તેમજ સસ્તી મજૂરીની સામે અહીં પાણીની અપૂરતી માત્રા તેમજ મોંઘી મજૂરી ખેતી જેવાં  નકારાત્મક પરિબળો છે. આની ઉપરાંત આફ્રિકાની જમીન ખૂબ જ ફળદ્રુપ તેમજ વણખેડાયેલી છે.  ગુજરાતમાં અથવા તો માત્ર 1 એકર જમીનમાં  ઘઉંનું વાવેતર કુલ 800-1,100 કિગ્રા ઉપજ આપે છે. એની સામે આફ્રિકામાં આ ઉપજ કુલ 1,100 કિગ્રાથી પણ વધારે રહે છે, મજૂરીના દર રાજ્યમાં કુલ 300-350 રહેલાં છે જયારે આફ્રિકામાં મજુર કુલ 200 રૂપિયે દિવસ લેખે મળી રહે છે.

ઘઉંનાં ભાવ ભારતમાં કુલ 300-350 રૂપિયા મણ  જેવા મળે છે. જયારે આની સામે આફ્રિકામાં કુલ 450 રૂ[રૂપિયા મણ લેખે મળી રહે  છે.અન્ય એક ખેડૂત ચલાળા અમરેલીથી ચંદુલાલ સુખડીયા કે જેમણે ગામ્બિયામાં કુલ 30 એકર જમીન લીઝ પર લીધેલી છે. પ્રથમ વર્ષના સારા વળતરથી ઉત્સાહિત ચંદુલાલ વધુ કુલ 50 એકર જમીન વધારવા માંગે છે. ચંદુલાલ જણાવતાં કહે છે કે, સુરતનાં એમના મિત્રને ગુયાનામાં ખેતી લીજ પર લીધેલ છે તેમજ તેનાથી પ્રેરાઈને એમણે આફ્રિકા આવવાનું નક્કી કર્યું.

ચંદુલાલ સુખડીયા જણાવતાં કહે છે કે, આફ્રિકાનાં સેનેગલ, ગુયાના – બિસાઉં તેમજ ગુયાનામાં એકરોનાં ઍકરો જમીન સપાટ મળી રહે છે. સુખડીયા મોટાભાગનો એમનો સમય આફ્રિકામાં વિતાવી રહ્યાં છે.સૌરાષ્ટ્ર વેપારી મહામંડલનાં પ્રમુખ પરાગ તેજૂરા મુજબ રાજ્યમાં એકરના ભાવ કુલ 13-14 લાખ ચૂકવવા પડે છે. જયારે આની સામે આફ્રિકામાં કુલ 25 વર્ષ માટે માત્ર 5,000 માં જમીન લીજ પર મળી રહે છે તથા જેટલી  માંગો એટલી જમીન એક જ સેઢે મળી રહે છે જે ખેતીને માટે શ્રેષ્ઠ રહેલી છે.

આફ્રિકામાં સૌને સલામતીનો ભય રહેલો છે પરંતુ આ વાત બેબુનિયાદ છે. કારણ કે, આફ્રિકાની સરકાર જ આ બાબતમાં ઊંડો રસ દાખવી રહી છે તેમજ તમામ સલામતીનો વિશ્વાસ આપે છે. સૌરાષ્ટ્ર વેપાર મહામંડળે  ફેબ્રુઆરી વર્ષ 2020માં રાજકોટમાં એક પ્રદર્શન યોજવામાં આવેલ જેમાં કેટલાંક આફ્રિકન દેશોનાં સરકારી અધિકારી તેમજ ધંધાર્થીઓએ ભાગ લીધેલો હતો. આ પ્રદર્શનનો ધ્યેય ખેડૂતને આફ્રિકામાં ખેતી કેવી રીતે કરવી એ વિશેનો હતો. જેની માટે અંદાજે કુલ 50 MOU પણ થયેલા હતાં.

ગુજરાત કૃષિ મહામંડળનાં પ્રમુખ રંધાવાનાં મત પ્રમાણે જો રાજ્યનો ખેડૂત આફ્રિકા જતો થશે તો કૃષિ સાધનોની માંગમાં વધારો થશે. જે વિદેશી હૂંડિયામણને ખેંચી લાવશે. પ્રમુખ રંધાવાનાં મત અનુસાર જો ભારત સરકાર આ દિશામા વિચારે તો આફ્રિકા તથા ભારતની વચ્ચે અધિકારીરિક કરાર થાય. જે ભારતના ખેડૂતને કાયદાનું રક્ષણ મળે તેમજ વધારેમાં વધારે ખેડૂત આફ્રિકા બાજુ આકર્ષાય નહી તો ખેડૂતે પોતે જ અંગત રીતે સાહસ કરવું પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…