રાજ્યમાં ગુરુવારથી આ વિસ્તારોમાં આવશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગની મોટી ચેતવણી

Share post

સમગ્ર રાજ્યમાં ફરી એકવાર વરસાદનો માહોલ જોવાં મળી શકે છે. હવામાન વિભાગનાં મત પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જ્યારે 11-12 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આની સિવાય ઘણાં વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 121% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ 30 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહી શકે છે.

ઓગસ્ટ માસની સાથે સમગ્ર રાજ્યમાંથી જાણે વરસાદે પણ વિરામ લઈ લીધો હોય એમ દિવસે ગરમીમાં વધારો શરૂ થઈ ગયો છે.  કુલ 1 મહિના સુધી રાજ્યમાં સતત વરસાદનો માહોલ રહેવા છતાં પણ બફારો તેમજ ઉકળાટ ઓછો થતો નથી. ત્યારે ભાદરવાની આ ગરમી વચ્ચે ફરી એકવાર સમગ્ર રાજ્યમાં વરસાદનો માહોલ સર્જાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. 10 સપ્ટેમ્બર એટલે કે ગુરુવારથી કુલ 3 દિવસ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં પણ લાંબા વિરામ પછી વરસાદની ફરીથી પ્રવેશ થશે. હળવા વરસાદની સાથે જ પ્રતિ કલાકે કુલ 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે.હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ 10 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં આવેલ સાબરકાંઠા, અરવલ્લી તથા મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ આવશે. 11 સપ્ટેમ્બરે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ તથા દીવમાં વરસાદ વરસશે.

12 સપ્ટેમ્બરે દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દીવ, કચ્છ, નવસારી, વલસાડમાં અતિભારે સાથે વરસાદ આવશે.અહી ઉલ્લેખનીય છે કે, વરસાદનાં વિરામ બાદ મહત્તમ તાપમાનનો પારો પણ ઊંચકાયો છે. સોમવારનાં રોજ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન કુલ 34.9ડિગ્રી, ગાંધીનગરમાં કુલ 33.5 ડિગ્રી, વડોદરામાં કુલ 36.4 ડિગ્રી, સુરતમાં કુલ 35.4 ડિગ્રી, અમરેલીમાં કુલ 34.8 ડિગ્રી, ભાવનગરમાં કુલ 35.1 ડિગ્રી તથા રાજકોટમાં મહત્તમ તાપમાન કુલ 35.3 ડિગ્રી હતું.

7 સપ્ટેમ્બરથી 12મી સપ્ટેમ્બર દરમ્યાન સાયક્લોનના કારણે વરસાદ આવશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. હવામાનને ધ્યાનમાં રાખીને અંબાલાલે વધુમાં જણાવ્યું હતુ કે, ઓક્ટોબરમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે અને નવેમ્બરમાં પણ પવનની સાથે અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે 22 ઓક્ટોબર બાદ વાવાઝોડું ફૂંકાશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post