ગુજરાતમાં ખેડૂતના સંતાનોને અભ્યાસ કરવા હાલમાં પણ ૬ કિલોમીટર પહાડ ચડીને નેટવર્ક શોધવા જવું પડે છે

Share post

કોરોના વાયરસથી લોકોનું જીવન બદલાઈ ગયું છે, તેમની જીવનશૈલી બદલાઈ ગઈ છે, ટેવ બદલાઈ ગઈ છે. કામ કરવાની રીત અને અભ્યાસની રીત પણ બદલાઈ ગઈ છે. શાળા બંધ થતાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે. ઓફિસ જનાર લોકોએ ઘરે જ કામ અપનાવી લીધું છે. ફાયદાની સાથે જ એનાં કેટલાંક ગેરફાયદા પણ રહેલાં છે. ગેરલાભ એ છે કે, ઘણી જગ્યાઓ એવી છે કે, જ્યાં નેટવર્ક એટલું સારું નથી. શહેરમાં, સારા બાળકો ઓનલાઇન વર્ગ કરી શકે છે કારણ કે, ત્યાં વધુ સારું નેટવર્ક, સુવિધાઓ છે પરંતુ ગામડાઓમાં તે ખુબ મુશ્કેલ છે.

આજ રોજ આવી જ એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારના વિદ્યાર્થીઓ જીવના જોખમે અને તનતોડ મહેનતે અનેક મુશ્કેલીઓ વેઠી અને ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. દિવસે તો ઠીક રાત્રે પણ તેઓ ઓનલાઇન અભ્યાસ અને પરીક્ષાઓ માટે  5 થી 6 કિમી દુર સુધી દૂર જંગલમાં ભટકી અને પહાડો અને ટેકરીઓ પર જઈ અને ઓનલાઇન શિક્ષણ મેળવવા મજબૂર થઈ રહ્યા છે. ત્યારે આ ગામનાં વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે કે, બાળકોની પરીક્ષા સવારના સમયમાં લેવાય અને ઓનલાઇન શિક્ષણ સાથે કોઇ વૈકલ્પિક સુવિધા પણ આપવામાં આવે.

કપરાડા તાલુકાના લગભગ તમામ ગામોના વિદ્યાર્થીઓએ પોતાના ગામથી દૂર જંગલમાં ભટકી અને પહાડો કે ટેકરીઓ પર ચઢી અને ઓનલાઈન અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓ દિવસે તો જંગલ અને પહાડીઓ ફરી ફરીને ઘરથી 5 થી 6કિલોમીટર દૂર પહાડી પર જઈ અને ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. જોકે, આ વિદ્યાર્થીઓની મજબુરી એ છે કે, આ વિદ્યાર્થીએ ઓનલાઈન ક્લાસની સાથે કસોટીઓ પણ ઓનલાઇન હોવાથી મોટાભાગે આ કસોટીનો સમય રાતના હોવાથી પ્રાથમિક શાળાથી લઇ ધોરણ-12 સુધી અભ્યાસ કરતા આ વિસ્તારના વિદ્યાર્થીઓ ઓનલાઇન કસોટી માટે પોતાના ઘરથી દૂર 5 થી 6 કિલોમીટર દૂર જંગલમાં અને પહાડો પર ભટકી અને ઘોર અંધકારમાં મોબાઈલની લાઈટોના સહારે ઓનલાઇન પરીક્ષા આપવા મજબૂર થઈ રહ્યા છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રાંહોર ગામ અને આસપાસના મોટાભાગના તમામ ગામોના વિદ્યાર્થીઓની આ જ પરિસ્થિતિ છે. વિદ્યાર્થીઓએ રાતના ઓનલાઇન પરીક્ષા આપવા પોતાના ઘરથી દૂર પહાડી અને જંગલ માં ભટકવું પડે છે. રાતના અંધકારમાં આ જંગલ વિસ્તારમાં વિદ્યાર્થીઓએ જંગલી અને હિંસક પશુઓના ભયના ઓથાર હેઠળ ડુંગર કે પહાડીઓમાં ઉપર બેસી અને જીવને જોખમમાં મૂકી આવી રીતે ઓનલાઇન પરીક્ષા આપવા મજબૂર થઈ રહ્યા છે. જોકે, આ પહાડો પર કે ટેકરીઓ પર જંગલોમાં લાઈટની સુવિધા પણ નહીં હોવાથી આ વિદ્યાર્થીઓ મોબાઈલની લાઈટના સહારે જ ઓનલાઇન પરીક્ષા આપવા મજબૂર થઈ રહ્યા છે. શહેરી વિસ્તારમાં તો સરળતાથી મોબાઇલ નેટવર્કને કારણે શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકે છે અને ઓનલાઈન કસોટીઓ પણ આપી શકે છે.

કપરાડા તાલુકાના રાહોર ગામમાં નેટવર્ક નાં આભાવના કારણે 5 થી 6 કિમી દુર ડુંગર પર આવી વિધાર્થીઓ પોતાના જીવ ને જોખમ મા મુકી ને ગાઢ જંગલોમાં રાત્રિના સમયે આવી પોતાનુ ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે ઓનલાઇન પરીક્ષા આપવા માટે મજબૂર બની રહ્યાં છે વષોથી ચાલતી આવેલી આ સમસ્યા ક્યારે દૂર થાશે ? કોણ આ સમસ્યા દૂર કરશે ? એનાં માટે જવાબદાર કોણ ? આ પ્રશ્ન વિધાર્થીઓ માં ઉદભવી રહ્યો છે. હાલ ચૂંટણી પ્રચાર નો માહોલ ચાલી રહ્યો છે.નેતા ઓ જોર જોર થી આયાતી નેતા લાવી પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે કે અમે વિકાસ ના કામો કરીશુ તો એટલા વર્ષો સુધી તમે શુ કર્યું ફક્ત ને ફક્ત આ અમારી આદિવાસી ભોળી જનતાને ભાષણ રૂપી પ્રલોભનો જ આપતાં રહ્યાં છો ફક્ત પોતાના સ્વાર્થ માટે જ તમે કાર્યો કરી રહ્યાં છો કે પછી લોકો ની સમસ્યા ઓ પણ દુર કરશો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post