વરસાદી પાણીનો સંગ્રહ કરવાં માટે ગૂજરાત વિદ્યાપીઠે શરુ કરી અનોખી પહેલ, જાણી દરેકને ફાયદો થશે

Share post

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે ચોક્કસપણે કહેવું પડે કે, આજના આઘુનિક જમાનામાં માનવીએ આખાં વિશ્વને એક એવી ગ્લોબલ વોર્મીગ નામની સમસ્યા ભેટમાં આપી દીધી છે કે, જેને લીધે હાલમાં કુદરતી પંચતત્વોની સમતુલા ખોરવાઇ ગઇ છે ત્યારે કુદરતે આપેલ અમૂલ્ય વારસાનું જતન કરીને ગૂજરાત વિદ્યાપીઠ જાણે ગ્લોબલ વોર્મિંગની સામે જંગ લડી રહી હોય એવી લાગી રહ્યું છે.

આજના સમયમાં ચોમાસાનાં પાણીનો સંગ્રહ એ ખુબ જરૂરિ બન્યો છે ત્યારે ગાંધીજી દ્વારા સ્થાપિત કરવામાં આવેલ ગૂજરાત વિદ્યાપીઠે પાણી બચાવવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે તેમજ એમાં સફળતા પણ મેળવી લીધી છે. ગૂજરાત વિદ્યાપીઠમાં ખંભાતી કૂવા દ્રારા વરસાદનાં પાણીનો સંગ્રહ કરીને પર્યાવરણ બચાવવામાં આવી રહ્યું છે ત્યારે ચોક્કસપણે કહેવું પડે કે, ગૂજરાત વિદ્યાપીઠની આ સુવિધા સમગ્ર સમાજની માટે પ્રેરણાદાયી બની રહેશે.

મેગાસિટી અમદાવાદની મધ્યમાં આવેલ ગૂજરાત વિદ્યાપીઠનું આંગણ આપણને ગામડાની અનુભૂતિ કરાવે છે. ગૂજરાત વિદ્યાપીઠનાં પરીસરમાં પ્રવેશ કરતાની સાથે જ અસંખ્ય વૃક્ષ તેમજ એની શીતળતા મનને શાંતી આપે છે પણ આ લીલોતરી તેમજ શીતળતાની પાછળ ગુજરાત વિદ્યાપીઠની દીર્ઘ દ્રષ્ટિ પણ જોવા મળી રહી છે. ગૂજરાત વિદ્યાપીઠમાં વરસાદનાં પાણીનો સંગ્રહ કરીને એનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.

જેની માટે ગુજરાત વિદ્યાપીઠ પરીસરમાં કુલ 11  જેટલા ખંભાતી કુવા બનાવવામાં આવ્યા છે. આની સાથે જ ગૂજરાત વિદ્યાપીઠના બીજા પરીસર જેવા કે, સાદરા મુકામે કુલ 8 ખંભાતી કૂવા તથા રાંઘેજા મુકામે કુલ 5 ખંભાતી કૂવા બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા વરસાદનાં પાણીનો સીધો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે તથા વરસાદનાં પાણીને જમીનમાં ઉતારીને પર્યાવરણ બચાવવામાં આવે છે. અહીં કુલ 25-30 ફૂટની ઊંડાઈ ધરાવતા ખંભાતી કુવા બનાવવામાં આવ્યા છે.

જે ખાળ કુવા પદ્ધતિથી વરસાદમાં ભરાતા પાણીને સીધું જમીન સુધી પહોંચાડે છે.  ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલ ખંભાતી કૂવાઓએ મુલાકાતીઓની માટે એક આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠનાં એસ્ટેટ વિભાગનાં અધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ જણાવતાં કહે છે કે, ગૂજરાત વિદ્યાપીઠ પરીસર આશ્રમ રોડ તથા રેલ્વે લાઈનની મધ્યમાં હોવાને લીધે વરસાદનાં પાણી પરીસરમાં ખુબ જ ભરાઈ જતું હતું. જેને લીધે ઘણી તકલીફો ઉભી થતી હતી.

વર્ષ 2011માં જીવનતીર્થ સંસ્થામાંથી પ્રેરણા લઈને અમે પરીસરમાં ખંભાતી કૂવાઓ બનાવ્યા હતાં. આ કૂવાને લીધે વરસાદ અટકાય જવાને લીધે માત્ર 2 કલાકની અંદર જ પરીસરનું બધું જ પાણી ખંભાતી કૂવામાં જતું રહે છે. તેઓ વઘુમાં જણાવતાં કહે છે કે, ખંભાતી કૂવામાં એક ફિલ્ટર બેડ આવે છે. જેને દર વર્ષે ચોમાસા પહેલા એની સફાઇ કરાવવી જરૂરી બને છે. સામાન્ય રીતે એક ખંભાતી કૂવો બનાવવા માટે અંદાજે 60,000 રૂપિયાનો ખર્ચ થતો હોય છે.

હાલમાં ગૂજરાત વિદ્યાપીઠની ગ્રીન સ્પેશ વધારવામાં ખંભાતી કૂવાઓની અગત્યની ભૂમિકા ગણાવી શકાય. હાલમાં ગ્લોબલ વોર્મિગને લીધે દુનિયાના કુલ 80 દેશોમાં પાણીનો પ્રશ્ન ખુબ જ જટિલ બન્યો છે. દુનિયાના કુલ 40% લોકોને પીવાનું પાણી મળી રહેતું નથી ત્યારે ગાંધીજી દ્વારા સ્થાપિત થયેલ ગૂજરાત વિદ્યાપીઠે કુદરતના ટ્રસ્ટી બનીને વરસાદનાં પાણીનું સંચય તથા સંરક્ષણ કરીને ખરા અર્થમાં પર્યાવરણની જાળવણી કરી છે. અંતે એ જ કે, આપણે પણ આ જીવસુષ્ટ્રીના ટ્રસ્ટી બનીને એનું સંરક્ષણ કરવાનું છે. જેને લીધે આપણી આવનાર પેઢીને પણ પીવા માટે શુદ્ધ પાણી તેમજ જીવન જીવવા માટે શુદ્ધ હવા મળી રહે.

ગાંધી જીવનકેળવણી સંદેશ :
પૃથ્વી, હવા, જમીન તથા પાણી એ આપણા પૂર્વજોએ આપણને જે પરીસ્થિતિમાં આપ્યા છે. એ જ સ્થિતિમાં આપણે આપણી પછીની પેઢીને આપવા જોઇએ. એનું જતન એવી રીતે કરવું જોઇએ કે, જેનાથી આ સંસાઘનો આવનાર પેઢીઓની માટે પણ પુરતા થઇ રહે. કુદરતી સંસાઘનો જે માનવીની જરૂરની સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. એનો દુરઉપયોગ કરવાનો અઘિકાર કોઇને રહેલો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post